રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભૂદેવો દ્વારા જય પરશુરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં આજે પર્વેાત્સવનો ઉલ્લાસ છવાયો છે. અખાત્રીજ,પરશુરામ જન્મોત્સવ અને ઇદ મિલાદના તહેવારની કોરોના પછી લોકોએ મુકતમને ઉજવણી કરી હતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભૂદેવો દ્વારા જય પરશુરામ ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજકોટ સહિત ગામેગામ ભૂદેવો દ્વારા મંદિરોમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન સાથે મહાઆરતી કરવામાં આવી હતી. રાજકોટમાં છેલ્લા 21 વરસથી ભૂદેવ સેવા સમિતિ હ્યારા ભગવાન પરશુરામ ભવ્ય શોભાયાત્રા નીકળે છે, શહેરના પંચનાથ મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગેા પર ફરીને રૈયા ગામ પર આવેલ ભગવાન પરશુરામના મંદિર ખાતે સમાપન થઈ હતી, યાં રાત્રે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સર્વસિદ્ધ મુહત્પર્ત અક્ષય તૃતીયા એટલે કે વણજોયું મુહર્ત ગણાય છે.
આજે અનેક સ્થળો પર શુભ પ્રસંગો નિર્ધાર્યા છે જેમાં હજારો લની શરણાઈ ગુંજી છે તો અક્ષય તૃતીયાના શુભ મુહર્ત પર આજે ભૂમિ પૂજન, નવા મકાનમાં ગૃહ પ્રવેશ ને ઓફિસ કે કોમર્શિયલ કોમ્પલેક્ષ ના ઉધ્ઘાટન સમારોહ યોજાયા છે. શુભ કાર્ય માટે અક્ષય પર અક્ષય તૃતીયા પર મળે છે આજના દિવસે પીળી ધાતુની શુકનવંતી ખરીદી કરવાની પરંપરા વર્ષેાથી ચાલી આવી છે. અખાત્રીજે સોની બજારમાં સારો વેપાર થવાની આશા ઝવેરીઓ સેવી રહ્યા છે તો આજે શુભ મુહર્ત નવા વાહનો, ઇલેકટ્રોનિક ઉપકરણો સહિતની ખરીદી માટે લોકો ની ભીડ જોવા મળી છે.
- Advertisement -
જૈન સમાજ દ્વારા આજે વર્ષીતપના પારણાં નો મંગલ પ્રસગં યોજાયો છે, તીથકર ઋષભદેવ ભગવાનના ઇક્ષહત્પ રસના પારણા અખાત્રીજે કરવામાં આવ્યા હતા, જૈન સમાજમાં તપસ્વીઓ આખું વરસ તપ કરે છે જેને વરસીતપ કહેવામાં આવે છે જેના આજે પણ ના થાય છે અને નવા તપસ્વીઓ આજના દિવસથી વર્ષીતપ નો પ્રારભં કરે છે. આજે મુસ્લિમ બિરાદરો હ્યારા ઈદ-એ-મિલાદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી .બે વર્ષ પછી ઇદગાહ માં આજે ઇદ-એ-મિલાદ ના ખાસ તહેવાર પર સમૂહમાં નમાઝ પઢવામાં આવી હતી. 30 દિવસ પૂર્ણ રોજા પછી ઈદની ઉજવણી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર રીતે કરવામાં આવી હતી. સેવઇ થી મીઠું મોઢું કરાવી એક બીજા ને મુબારકબાદી પાઠવી હતી.



