પક્ષકારોના વકીલોએ દલીલો રજૂ કરી, જમીન તકરાર, વારસાઈ મિલકત અને હેતુફેરના અનેક અરજી
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર બુધવારે મહેસૂલી અપીલ બોર્ડ યોજાય છે. ત્યારે આજે બોર્ડમાં 22 કેસનો સમાવેશ થયો છે. જેને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે પક્ષકારો અને વકીલો ઉમટી પડ્યા હતા. જમીન તકરાર, જમીન માપણી, વારસાઈ મિલકત, દસ્તાવેજમાં ભૂલ, જમીનનો હેતુફેર તથા સરકારી ખરાબાના કેસો યોજાતા હોય છે ત્યારે આજે 22 કેસોની સુનાવણી હાથ ધરાઈ છે. જ્યારે ગત બુધવારે બોર્ડ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ બોર્ડ એકાએક મુલતવી રાખતા અરજદારો અને વકીલોમાં દેકારો બોલી ગયો હતો. જેમાં 20 જેટલા અપીલના કેસો પણ હીયરીંગ માટે મુકવામાં આવનાર હતા.
કલેક્ટર કચેરીએ રેવન્યુ બોર્ડ આયોજીત કરવામાં આવે છે. પરંતુ બોર્ડમાં મુકાતા કેસોના ચુકાદાઓ સમયસર જાહેર થતા ન હોય અરજદારો અને પક્ષકારોમાં ભારે કચવાટ ઉભો થયો છે. બોર્ડમાં શેઢા તકરાર, પેશ કદમીના કેસો મુકવામાં આવનાર છે.


