જે કાર્યકર પક્ષની જવાબદારી વફાદારી સાથે પૂર્ણ કરે છે તેને જ પ્રાધાન્ય અપાશે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા આ વર્ષ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે કેવા નિયમો બનાવાશે તેવી અટકળો અને વાતો કાર્યકરો આગેવાનો અને ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓનાં મનમાં ઘૂમી રહી છે. ત્યારે ગઈકાલે ભાજપના પ્રદેા પ્રમુખે એવું નિવેદન આપ્યું હતુ કે પક્ષે સોપેલી તમામ જવાબદારી વફાદારી સાથે પૂર્ણ કરનાર દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો પૂરો અધિકાર છે.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલયનું ખાતમુર્હુત કર્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકરોને સંબોધન કરતાં વિધાનસભાની ચૂંટણીને લઈને પેજ કમીટી અને બુથ લેવલની કામગીરી તાત્કાલીક પુરી કરવા જણાવ્યુ હતુ તેમજ ચૂંટણી માટે પક્ષે સોપેલી જવાબદારી પુરી કરનાર દરેક કાર્યકરને ટીકીટ માંગવાનો અધિકાર છે તેમ જણાવ્યુ હતું.
- Advertisement -
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારે બજેટમાં કુપોષીત બાળકો માટે 1250 કરોડની ફાળવણી કરી છે. ભાજપના દરેક હોદ્દેદાર અને કાર્યકરે કુપોષીત બાળકો દત્તક લઈ તેમને સુપોષીત કરવાના અભીયાનમાં જોડાવવા માટે હાંકલ કરી હતી.10 હજારથી વધુની રકમ આપનાર દરેક કાર્યકર્તાનું નામ પથ્થરની તકતી પર સુવર્ણ અક્ષરે અંકીત કરવામાં આવશે. નમો કમલમનો ખર્ચ કાર્યકરોએ એક સાથે મળી એકત્ર કર્યો તે બદલ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, આઈ.કે.જાડેજા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ ઉપાધ્યક્ક્સ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી નીતીનભાઈ ભારદ્વાજ, નીમુબેન બાંભણીયા. પાલીકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, શહેર અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.


