માધવપુરનો મેળો રાષ્ટ્રીય એકતાનો મેળો છે: કેન્દ્રીય પ્રવાસન મંત્રી
માધવપુરનાં મેળામાં સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા, માનવ મેદની ઉમટી પડી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માધવપુરનાં મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં છે. ભગવાન કૃષ્ણનાં લગ્નને લઇ બે ફૂલેકા નિકળ્યાં છે. મંગળવારે એક ફૂલેકું નિકળશે.બાદ બુધવારે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન થશે.લગ્ન પ્રસંગે મોટી સંખ્યા લોકો ઉમટી પડશે. માધવપુર ઘેડ ના રાષ્ટ્રીય મેળાના બીજા દિવસે મેળામાં કેન્દ્ર સરકારના પ્રવાસન, સંસ્કૃતિ અને ઉત્તરપૂર્વીય વિકાસ મંત્રાલયના મંત્રી જી .કિશન રેડ્ડી, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ, આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલ, રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના વિવાહ પ્રસંગે યોજાતાં માધવપુર ઘેડના પાંચ દિવસ ના મેળામાં ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના સહયોગથી સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળાના બીજા દિવસે આજે સાંજે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ મેળામાં ઉપસ્થિત યાત્રિકો અને ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે માધવપુરનો ઘેડનો મેળો રાષ્ટ્રીય એકતાનો મેળો છે.ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન પ્રસંગનો મેળો છે .આ મેળો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ચરિતાર્થ કરી ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિને જોડાણ કરે છે.બીજી તરફ માધવપુરનાં મેળામાં માવન મેદની ઉમટી પડી હતી. તેમજ દેશભરમાંથી આવેલા કલાકારોએ સાંસ્કૃતિ કાર્યક્રમમાં પોતાની કલા રજુ કરી બધાને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
- Advertisement -
નરેન્દ્રભાઇનાં નેતૃત્વમાં વિરાસતને ઉજાગર કરાઇ : સી.આર. પાટીલ
સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના મેળામાં સરકાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે .આગામી વર્ષમાં મેળાને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવે તેવા આપણા પ્રયાસો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરવામાં આવી રહી છે તેમ જણાવીને કાશીના વિકાસ અને ભારતના તીર્થસ્થળો ની ભવ્યતા અને સરકારની પ્રતિબધ્ધતાની માહિતી આપી હતી.


