મનપાની તિજોરી તળિયા ઝાટક છતા વિપક્ષી નેતા માટે 21 લાખની ઈનોવા કાર ખરીદશે
જ્યારે કર્મચારીના ગણવેશ માટે 60 લાખ ખર્ચાશે અને બિલ્ડીંગના કાટમાળને વેચીને મનપા 14 લાખની આવક કરશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જેમાં કુલ 5, 25,54,869 કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી. દરખાસ્તોમાં શાસક પક્ષના નેતા, ફાયર કમીટી ચેરમેન, ફાયર અધિકારી માટે 48 લાખના ખર્ચે નવી કાર લેવાની સ્ટેન્ડીંગ કમીટીએ મંજુરી આપી દીધી છે.
ત્યારે મનપાના વિરોધ પક્ષના નેતાની નવી કાર ખરીદવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. વિપક્ષી નેતાની કાર 8 વર્ષ જેટલી જુની છે અને અત્યાર સુધીમાં 3.28 લાખ કીલોમીટર ચાલી ચુકી છે. સાથે જ કારમાં ફોલ્ટ સર્જાતા કાર મુસાફરી દરમિયાન અટકી પણ ગઇ હતી.
જેથી 21 લાખના ખર્ચે નવી ઇનોવા કાર લેવા માટે મંજુરી આપવામાં આવી હતી.આ ઉપરાંત કોવિડ-19 ટેસ્ટીંગ માટે કેનોપી 14 સ્ટેન્ડનો 1.30 લાખ ખર્ચ મંજૂર કરવા, પ્રાણી સંગ્રહાલય શાખાની એનિમલ કીપર સંવર્ગની હંગામી ઉપસ્થિત કરેલ તે જગ્યાઓની મુદતમાં વધારો કરવા, મનપાના ગણેશ મળવાતાત્ર કર્મચારીઓ માટે બુટ-ચપ્પલ ખરીદ કરવા માટે 60.25 લાખ, ગટરના પાઈપ માટે 23.19 લાખ, લમત ગમતના સાધનો માટે 1.50 લાખ, વોર્ડ નં. 18માં નવી બોર્ડ ઓફીસ બનાવવા, વોર્ડ નં. 15માં વડલી વાળા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે 900 મી. મી. ડાયા પાઇપ ગટર કરવાના કામ અંગે પાણી જંતુમુકત કરવા માટે લિકવીડ કલોરીનની ખરીદી કરવા તથા જામનગર રોડ પર આવેલ મનુબહેન ઢેબર સેનેટોરિયમના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને કાટમાળ લઇ જવાના તથા જમીનને સમથળ કરવાના કામે, ટેકસેશનને લગત એડવાઇઝરી અને કમ્પલાયન્સીસ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા આરોગ્ય કેન્દ્ર પરના કોવિડ માટેના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે થયેલા ખર્ચ તથા આરોગ્યના કામ માટે 3 કરોડ 47 લાખ ની બહાલી આપવા સહિતની 36 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે બિલ્ડીંગના કાટમાળને વેચીને તેમાંથી 14.51 લાખની આવક પણ કરવામાં આવશે.



