ગુજરાત તરફથી ભાગ લીધો હતો : ગોળા ફેકમાં સિધ્ધી હાંસલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
ઓલ ઇન્યિા સિવિલ સર્વિસ એથ્લેટીકસમાં ગોળા ફેકમાં જૂનાગઢનાં શિક્ષકે સિલ્વર મેડલ મેળવ્યો છે. જૂનાગઢનાં શિક્ષક ગુજરાત તરફથી રમતા ગયા હતાં. હરિયાણાનાં ગુરુગ્રામ ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ એથ્લેટીકસ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં ગુજરાત તરફથી જૂનાગઢનાં શિક્ષક ઇરફાન ગરાણાએ ભાગ લીધો હતો. ઇરફાનભાઇ ગરાણાએ ગોળા ફેક સ્પર્ધામાં વિજેતા બન્યાં હતાં. ગોળા ફેકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ વધાર્યું હતું. ઇરફાનભાઇ ગરાણામાં જૂનાગઢમાં પોલીસ,વન વિભાગની ભરતીમાં ઉમેદવારોને મેદાનની પણ તૈયારીઓ કરાવશે. તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં પણ તેમનું યોગદાન રહે છે.



