હવે બેન્કે ધક્કા ખાઈને પૈસા ટ્રાન્સફર કરવાને બદલે આંગળીના ટેરવે યુપીઆઈ ટ્રાન્ઝેકશન કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે.
ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ્સ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ જેવી સુવિધા ઘરે બેઠા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. આ માટે યુપીઆઈ સપોર્ટિંગ એપ્સ જેવી કે પેટીએમ, ફોન પે, ભીમ, ગુગલ પેની જરૂર પડે છે.
યુપીઆઈનું ચલણ વર્તમાન સમયમાં એ હદે વધ્યું છે કે માર્ચ 2022માં તમામ રેકોર્ડ તૂટ્યા છે. માર્ચ મહિનામાં 500 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેકશન નોંધાયા છે. આ ટ્રાન્ઝેકશનથી રૂપિયા 8.8 લાખ કરોડની લેવડ દેવડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ માર્ચ મહિનામાં 29મી તારીખ સુધી 504 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેકશન થયા હતા.
- Advertisement -
જે અત્યાર સુધીનો રેકોર્ડ હતો. અગાઉ ઓક્ટોબર 2021માં 400 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેકશન થયા હતા. યુપીઆઈ એક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઈલ એપ દ્વારા તરત જ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. એક બેંક એકાઉન્ટને બહુવિધ યુપીઆઈ એપ્સ સાથે લિંક કરી શકાય છે. તે જ સમયે, એક યુપીઆઈ એપ દ્વારા બહુવિધ બેંક ખાતાઓ ઓપરેટ કરી શકાય છે.
ખાસ વાત એ છે કે સ્કેનર, મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડીમાંથી કોઈ એક જ માહિતી હોય તો પણ યુપીઆઈ પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.



