ભોલે ફરસાણ, જય બાલાજી સ્ટીમ ઢોકળા, ક્રિષ્ના મેડિકલ સ્ટોર પર નમૂનાની ચકાસણી : 20 પેઢીઓને નોટીસ
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મહાપૂજાધામ ચોકથી વિશ્ર્વનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 30 ફૂડ બિઝનેશ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમિયાન 20 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી.
શહેરના મહાપૂજાધામ ચોકથી વિશ્ર્વનગર મેઈન રોડ વિસ્તારમાં યમુના ડિલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, શિવ બિગ ડિસ્કાઉન્ટ શોપી, આઈ શ્રી ખોડિયાર કોલ્ડ્રીંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, પૂજા જનરલ સ્ટોર્સ, શ્રીજી સોડા સોપ, મહાદેવ સોડા શોપ, સાગર પ્રોવિઝન સ્ટોર, નંદની સોપારી એન્ડ એજન્સી, રાધે પાન, પ્રમુખ મેડિકલ સ્ટોર, શ્રી ચામુંડા પાન, જય જલારામ પ્રોવિઝન સ્ટોર, રામદેવ ડેરી એન્ડ જનરલ સ્ટોર, મારુતિ પ્રોવિઝન સ્ટોર, બહુચરાજી ઓઈલ ડેપો અને શિવ મેડિકલને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી હતી, તથા ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, શ્રીજી ડેરી ફાર્મ, ભોલે પાન એન્ડ સોડા શોપ, નેન્સી એન્ટરપ્રાઈઝ, શિંગાળા ડેરી ફાર્મ, ભોલે ફરસાણ, જય બાલાજી સ્ટીમ ઢોકળા, રીલાયન્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ક્રિષ્ના મેડિકલ સ્ટોર, ભગવતી કોલ્ડ્રીંક્સની સ્થળ પર ચકાસણી કરી કાર્યવાહી હાથ ધરી હતી.


