ભરઉનાળે પણ રાજકોટવાસીઓને પાણીની અછત નહીં સર્જાય
આ વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં નલ સે જલ અભિયાન હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે, જે અનુસંધાને ગુજરાતમાં કુલ 16 જિલ્લાનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી આપવામાં આવે છે. સ્થાનિક જળાશયો તથા નર્મદા પાઈપલાઈન દ્વારા 365 એમએલડી પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં 20 મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક આજી-1 ડેમ અને ન્યારી-1 જળાશયની સ્થિતિને ધ્યાનમાં રાખી નર્મદાનું પાણી આપવા માગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ‘સૌની યોજના’ હેઠળ નર્મદાનું પાણી પહોંચી ગયું જે આજી-1 ડેમમાં 700 એમ.સી.એફ.ટી. પાણી ફાળવ્યું છે જ્યારે 1 મેથી ન્યારી-1 ડેમમાં નર્મદાનો જળ જથ્થો ફાળવવા માગણી કરવામાં આવી હતી જે અંતર્ગત ગઈકાલે સાંજે ન્યારી-1 ડેમ ખાતે નર્મદાનો જળ જથ્થો પહોંચી ગયો છે.
- Advertisement -
ન્યારી-1 ડેમમાં નર્મદાની પાણીની આવક શરૂ થયા પહેલાં એટલે કે તા. 26ના રોજ ડેમની સપાટી 18 ફૂટની હતી અને ડેમમાં 650 એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ હતો, જે મે માસના અંત સુધી ચાલે તેમ હતો. ગઈકાલથી ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ છે અને વધુ કુલ 200 એમસીએફટી જેટલું પાણી મેળવશું આમ કુલ 850 એમસીએફટી પાણી આગામી ઓગસ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10થી 15 એમસીએફટી પાણી ઠલવાશે.
આ પણ વાંચો: આજથી પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા વધુ મોંઘુ
https://khaskhabarrajkot.com/2022/03/28/from-today-petrol-will-be-30-paise-and-diesel-35-paise-more/


