લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ખાસ કાનુની સુધારો રજુ
દેશમાં ફોજદારી કાયદામાં એક મહત્વના સુધારામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એ રજુ કરેલા એ ખરડામાં પોલીસને કોઈપણ વ્યક્તિ કે જેનો ગુન્હાહીત રેકોર્ડ હોય તેના આંગળીના નિશાન, હથેળીઓની પ્રિન્ટ, પગની પ્રિન્ટ, તેના ફોટોગ્રાફ, શરીર પરના કોઈ ખાસ ઓળખ ચિન્હ હોય તે ઉપરાંત જે તે વ્યક્તિના બાયોલોજીકલ સેમ્પલ અને તેનું એનાલીસીસ ઉપરાંત તેના વર્તન અંગેનો અભ્યાસ જેમાં તેની સહી હેન્ડરાઈટીંગ અને અન્ય કોઈપણ પ્રકારના ચિન્હો સંગ્રહ કરવાની સતા આપવામાં આવી છે.
ભારતીય ફોજદારી કાયદાની કલમ 53 અને 53-એ માં આ સુધારો કરવામાં આવ્યો છે જેમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ કાનૂન હેઠળ અટકાયત કે ધરપકડ કરવામાં આવી હોય અથવા તો તેને સજા કરવામાં આવી હોય તેના આ પ્રકારના વ્યક્તિગત ડેટા પોલીસ એકત્ર કરી શકશે. બીલની જોગવાઈ મુજબ જેલના અધિકારીને પણ આ પ્રકારના ડેટા મેળવવાનો અધિકાર રહેશે.
- Advertisement -
હાલના કાયદા મુજબ વ્યક્તિના ફકત ફીંગર પ્રિન્ટ કે પગનાં નિશાન લેવાની પોલીસને સતા છે અને તે માટે મેજીસ્ટ્રેટની મંજુરી પણ લેવી જરૂરી છે. તા.31ના રોજ સંસદનું સત્ર પુરુ થઈ રહ્યું છે તે પુર્વે આ પ્રકારના ખરડાને મંજુરી મેળવી લેવાની સરકારની તૈયારી છે.
આ પણ વાંચો: 9 રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા માગ
https://khaskhabarrajkot.com/2022/03/28/demand-for-granting-minority-status-to-hindus-in-the-state/


