કાલે વિશ્વ ટીબી દિવસ: એક જમાનાનો રાજરોગ ટી.બી.સારવાર સરળ પરંતુ ગાફેલ રહો તો ઘાતક
ટી.બી. રોગીઓને પોષણ યુક્ત આહાર માટે માસીક રૂા.500 સહાય ચૂકવાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક જમાનાનો રાજરોગ ગણાતો ટી.બી. સમગ્ર વિશ્ર્વમાટે જાહેર આરોગ્ય સમસ્યા છે. આ જાહેર સમસ્યાનું સમાધાન સરળ છે. ટી.બી.ની સારવાર પણ સરળ અને સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે. પરંતુ સારવારમાં ગાફેલ રહ્યા તો ટી.બી. કોઇપણ માણસ માટે ઘાતક બને છે જાન લેવા બને છે.જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2000 થી રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ચાલે છે.વર્ષ 2000 થી 2021 સુધીમાં જિલ્લામાં ટી.બી.ના 59046 કેશો નોંધાયેલ જે પૈકી સારવાર હેઠળના 51397 દર્દિ રોગ મૂકત જાહેર કરવામાં આવ્યા છે.ટી.બી. વિશ્વનો સૌથી વધુ પ્રચલિત રોગ છે. વેદ પુરાણો અને આયુર્વેદ સંહિતામાં પણ તેનો ઉલ્લેખ છે.
સમગ્ર વિશ્વમાં 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઇ.સ.1882 માં તા.24 માર્ચના રોજ ડો.રોબર્ટ કોચ દ્વારા સૌપ્રથમ ક્ષય ટી.બી. રોગના જંતુઓ શોધવામાં આવ્યા હતા. ત્યારબાદ દર વર્ષે 24 માર્ચને વિશ્ર્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મુખ્યત્વે ટી.બી. સીગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો હાલ 1487 દર્દીઓ ટી.બી.ની સારવાર મેળવી રહ્યા છે. જેમાં જૂનાગઢ શહેરનાં 659 અને ગ્રામ્ય વિસ્તારમાં 828 દર્દીઓ છે.
- Advertisement -
જ્યારે સમગ્ર ગુજરાતમાં 1,15,344 ટી.બી. પેશન્ટ છે. ટી.બી. પેશન્ટને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર માટે રૂા.500 માસીક સહાય પણ ચુકવવામાં આવે છે.ટી.બી. (માઇક્રોબેક્ટેરિયલ સુબરક્લોસીસ) નામના બેક્ટરીયાથી ફેલાઇ છે. જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે. જેને પલ્મોનરી ટી.બી. કહે છે. પરંતુ આ રોગ શરીરના કોઇપણ ભાગમાં અસર કરી શકે છે. અને ફેફસા સિવાય કોઇપણ અંગના ટી.બી. ને એકસ્ટ્રા પલ્મોનરી ટી.બી. કહે છે.ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ જો તમને સતત 2 અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દિના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામૂલ્યે કરવામાં આવે છે.


