જથ્થાબંધ ડિઝલના ભાવમાં વધારો થતા મોંઘવારીનો માર વધશે
રેલવે-ST ભાડા વધશે: ડિઝલ-પેટ્રોલ વપરાશ 36% વધ્યો
ભારતીય રેલવે જ દરરોજ 6.49 મીલીયન લીટર ડિઝલ વાપરે છે : પાવર-સિમેન્ટ પ્લાંટ-મોલ- વિમાની કંપનીઓને જથ્થાબંધ ખરીદી 25% મોંઘી બનશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખીને એક તરફ જનતાને મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે અને હવે કયા તબકકે ભાવ વધશે તે નિશ્ર્ચિત નથી પણ ગઈકાલે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તેના જથ્થાબંધ ગ્રાહકો માટેના ડિઝલના ભાવમાં મોટો વધારો કરીને એકાદ માસમાં જ મોંઘવારીના ભડકાની સ્થિતિ સર્જી છે તો હવે રોજબરોજના ઉપયોગમાં લેવાતા ખાવાપીવાના સામાનમાં ઉંચા ફુગાવાથી છેલ્લા એક પખવાડીયામાં અનેક કંપનીઓએ ભાવવધારો કર્યો છે તો હવે જથ્થાબંધ ડિઝલના ભાવ વધતા મોંઘવારીનો નવો ડોઝ આપશે. ડિઝલના જથ્થાબંધ ખરીદનારમાં સૌથી મોટું ગ્રાહક રેલવે છે જેણે કોરોના કાળ બાદ રેલવેએ તેના ભાડામાં ખાસ ટ્રેન વિ.ના બહાને ભાડા વધાર્યા છે.હવે રેલવેની જે 37% ટ્રેનો ડિઝલ પર દોડે છે અને રોજના 6.49 મીલીયન લીટર ડીઝલનો ઉપયોગ કરે છે જેને બિલીંગ વધશે જેની અસર ભાડા રૂટ પર પડશે.
આ ઉપરાંત સેટ ટ્રાન્સપોર્ટની બસો જે જથ્થાબંધ ખરીદે છે તેઓને આ વધારાનો ભાવ ચુકવવો પડશે. સંરક્ષણ દળ સૌથી મોટા ગ્રાહકોમાં છે. ઉપરાંત ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીઓ જે અત્યાર સુધી પોતે સીધી કંપનીઓ પાસે ખરીદાતી હતી તે હવે ખાનગી-સરકારી પેટ્રોલપંપ પાસેથી ખરીદ કરશે તો તે બોજો ખાનગી કે સરકારી કંપનીઓ પર આવશે જેથી તેઓ માટે લાંબો સમય ભાવ જાળવી રાખવાનું સરળ હશે નહી. હાલ દેશમાં 81699 પેટ્રોલપંપ છે જેમાં 90% સરકારી ઓઈલ કંપનીઓ છે. પરંતુ ખાનગી ક્ષેત્રના 10% બંધ થઈ શકે છે. સરકારી કંપનીઓને તો કેન્દ્ર કોઈ ને કોઈ રીતે તેની ખોટ વળતર થાય છે પણ ખાનગી કંપનીઓને તે મળતું નથી. જો કે હાલ રીફાઈનરી માર્જીન જે વધ્યો હતો તેનો લાભ ખાનગી કંપનીઓને થયો હતો પણ તે હવે ધોવાઈ ગયો છે.
- Advertisement -
તમામ પેકડ ખાદ્ય ચીજોમાં 10% ભાવ વધ્યા
દેશમાં સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવને હાલ નહી વધારીને મોંઘવારીનો ભડકો ન થાય તેની ચિંતા કરી જ છે પરંતુ જે રીતે ઉત્પાદનના કાચા માલ, પેકીંગ, પ્રોસેસીંગ, ટ્રાન્સપોર્ટેશન અને કામદાર ખર્ચ વધી રહ્યા છે તેના કારણે હવે ગ્રાહકોએ તેમના રોજબરોજના ખાદ્ય ઉત્પાદનની વધુ ઉંચી કિંમત ચુકવવી પડશે.ખાસ કરીને એફએમસીજી જે આપણો કરોડો ઘરોના રસોડાની અને ડાઈનીંગ ટેબલ પરના ખાદ્ય સામગ્રી પુરી પાડે છે તેમાં હાલમાં મેગી સહિતના ઈન્સ્ટન્ટ ફુડ, ચા, કોફીના ભાવ વધારી દીધા છે તો દૂધ મોંઘુ થતા ડેરી ઉત્પાદનોના ભાવ પણ વધ્યા છે અને પારલે, ડાબર, હિન્દુસ્તાન લીવર, આઈટીસી સહિતની મોટી કંપનીઓએ ફુગાવાના દબાણ હેઠળ નવા એમઆરપી તેના ઉત્પાદનોના પેકીંગ પર લગાવવાનું શરુ કરી દીધુ છે. વાસ્તવમાં એક તબકકે પામ ઓઈલના ભાવ રૂા.180 પ્રતિ લીટરે પહોંચ્યા પછી ઘટયા પણ 150ના ભાવે સ્થિર થયા છે. આમ ભાવવધારો તો લાગુ થઈ જ ગયો છે. આ તમામ કંપનીઓ તેના ઉત્પાદનના ભાવ પર મોટો અંકુશ ધરાવતી હોય છે અને તેથી તેમાં ભાવ વધારી દીધા છે. કોફી-ચાના તમામ બ્રાન્ડના ભાવ વધી ગયા છે.
ગુજરાત એસટીએ ડિઝલની જથ્થાબંધ ખરીદી બંધ કરશે
- Advertisement -
જથ્થાબંધ ડિઝલના ભાવમાં વધારો થતા જ સૌપ્રથમ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ, કોર્પોરેશન (એસટી) એ હવે જથ્થાબંધ ખરીદી બંધ કરી હોવાના સંકેત છે અને હવે એસટીની બસોને હાઈવે પર ડિઝલ ભરાવી લેવા સૂચના આપવામાં આવી છે. જથ્થાબંધ ડિઝલના ભાવ વધી રહ્યા છે તેવી સૂચના મળતા જ એસટીએ તેની ખરીદી છેલ્લા બે દિવસથી બંધ કરી દીધી છે અને કંપનીઓમાં જે એડવાન્સ ડ્રાફટ પડયા હતા તે પણ પરત કરવા ઓઈલ માર્કેટીંગ કંપનીઓને સૂચના આપી છે.
જો કે હાઈવે પર હવે એસટીની બસોની ડિઝલ ખરીદી વધતા ઓઈલ માર્કેટીંગ કંપનીઓ પર નવું દબાણ આવ્યુ છે અને મોટા ભાગના પેટ્રોલ પંપ- એસટીની બસોને મર્યાદીત જ ડિઝલ આપશે તેવા સંકેત છે અથવા ખાનગી કંપનીઓ એસટીને ડિઝલ આપવા પણ ઈન્કાર કરી શકે છે. જેના કારણે એસટીના વ્યવહારને પણ અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે એસટીએ તેના ડ્રાઈવર, કંડકટરને ડિઝલના નાણા આપવા પડશે અથવા ટીકીટ કલેકશનમાંથી ડિઝલ ખરીદીનું કહેશે. હાલમાં જ પ્રથમ બે દિવસે લાંબા રૂટની બસોમાં પણ 20-20 લીટર ડિઝલ ભરાવાતુ હોવાનો એસટી વર્તુળોએ સ્વીકાર કર્યો છે.
ટ્રેનોમાં ઓનલાઇન ફૂડ ઓર્ડરમાં દેશનાં TOP-10 સ્ટેશનમાં ગુજરાતનાં 3 શહેર
ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં ટ્રેનોની મુસાફરીમાં ઘરેથી ટિફિન લઈ જવાની પરંપરા છે. પરંતુ લાંબી મુસાફરીમાં લોકો રેલવેની કેટેરિંગ સેવાનો લાભ લે છે અને તેમાં પણ ઓનલાઇન ફૂડ ઓર્ડરનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. હાલમાં જ જાહેર થયેલા ઈંછઈઝઈના રિપોર્ટ મુજબ, ટ્રેનોમાં યાત્રા સમયે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવામાં દેશના ટોપ 10 રેલવે સ્ટેશનમાં ગુજરાતના 3 સ્ટેશન છે. જેમાં સુરત દેશમાં 5મા અને રાજ્યમાં પહેલા ક્રમે છે. એ પછી વડોદરા અને અમદાવાદ અનુક્રમે 8માં અને 10માં નંબર પર તેમજ રાજ્યમાં બીજા અને ત્રીજા નંબર પર આવ્યા છે. જ્યારે દેશમાં ટોપ 10માં સૌથી પહેલા નંબર પર મધ્યપ્રદેશનું ઇટારસી રેલવે સ્ટેશન, બીજા નંબર પર મહારાષ્ટ્રનું નાગપુર રેલવે સ્ટેશન અને ત્રીજા નંબર પર ભોપાલ રેલવે સ્ટેશન આવ્યું છે.


