રાજ્યમાં 2 વર્ષમાં 203 સિંહના મોત
2019માં વસતીના 29 ટકા તથા 2021માં 18% સિંહ મોતને ભેટ્યા : 15 ટકાથી વધુ મોત ચિંતાજનક ગણાય-નિષ્ણાંતોની લાલબતી
- Advertisement -
એશિયાઈ સિંહોની વસ્તી ધરાવતા એકમાત્ર ગીર અભયારણ્યમાં છેલ્લા બે વર્ષમાં હજુ સિંહોના મોત નિપજ્યા હોવાનું વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક આંકડો વધુ હોવાની આશંકા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના અનેક પ્રશ્ર્નો ગીરના સિંહ વિશે હતા. બે વર્ષમાં 283 સિંહોના કુદરતી કે અકુદરતી મોત થયાનું સરકાર દ્વારા જણાવાયું હતું. 2017માં વસ્તીના 15 ટકા સિંહ મોતને ભેટ્યા હતા. 2019માં આ સંખ્યા 29 ટકા હતી. 2021માં ઘટીને 18 ટકા થઇ હતી. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વસતીના 15 ટકાથી વધુ મોત ચિંતાનો વિષય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં વન વિભાગની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 674 હતી. 2020માં સૌથી વધુ 159 સિંહોના મોત થયા હતા. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ હતી. ગત વર્ષે 2021માં 124 સિંહોના મોત થયા હતા. વન્ય પ્રાણી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 2018માં સિંહોમાં રોગચાળો દેખાયો અને 34ના મોત થયા ત્યારે જ ખતરાની આલબેલ વાગી ગઇ હતી. દર વર્ષે મોતના આંકડા વધુ માલુમ પડયા છે. સરકારે કોઇ રોગથી મોતને પણ કુદરતી મૃત્યુ તરીકે જ ગણતરીમાં લીધા છે. વન્ય પ્રાણી નિષ્ણાંતના કહેવા પ્રમાણે ગીરમાં 515 પુખ્ત સિંહ-સિંહણ છે.
તેમાંથી 78ના 2020માં તથા 63ના 2021માં મોત થયા છે. બે વર્ષમાં 13 ટકા પુખ્ત સાવજના મોત થયા, તે અસામાન્ય છે અને ચિંતાનો વિષય છે. સરકારે પારદર્શિતા લાવવા માટે વસતી ગણતરીમાં નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરીટીની ટીમને પણ સામેલ કરવી જોઇએ. નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના સભ્ય એન.એસ. સિંઘે જણાવ્યું હતું કે બે વર્ષમાં 283 સિંહના મોત થયા તેમાંથી 50 ટકા સિંહબાળ હતા.
રાજયમાં છેલ્લા બે વર્ષમાં 616 સિંહ-દિપડાનાં મોત
- Advertisement -
સૌથી વધુ 142 સિંહ બાળના મોત : હજુ પણ ગીર અભયારણ્ય સહિતના 4376 ખુલ્લા કુવા જોખમી
વિધાનસભાની પ્રશ્નોતરીમાં વનમંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં બે વર્ષમાં સિંહ, સિંહણ, સિંહબાળ, દિપડા, દિપડાના બચ્ચા મળી કુલ 616 મોત નોંધાયા છે. જેમાં કુદરતી મોતમાં 63 સિંહ, 57 સિંહણ, 134 સિંહબાળ, 175 દિપડા, 68 દિપડાના બચ્ચા મળી કુલ 497, અકુદરતી મોતમાં 5 સિંહ 16 સિંહણ, 8 સિંહ બાળ, 67 દિપડા, 23 દિપડાના બચ્ચા મળી કુલ 19 મોત નોંધાયા છે. જેમાં કુલ 68 સિંહ, 73 સિંહણ, 142 સિંહબાળનો સમાવેશ થાય છે. 242 દિપડા અને 91 દિપડાના બચ્ચાના મળી કુલ 616 સિંહ – દિપડા – બચ્ચાના મોત નોંધાયા છે. વન્યપ્રાણીની સુરક્ષા માટે દ2 વર્ષે લાખો – કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ગીરના જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ-દિપડા મોતને ભેટી રહયા છે. ખુલ્લા કુવા, ઈનફાઈટ લડાઈ અને કુદ2તી સિંહ-દિપડાના મોત નોંધાઈ રહયા છે. 2ેવન્યુ વિસ્તા2ોમાં આવેલા ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં પેરાપટ વિનાના 4376 ખુલ્લા કુવા છે. આવા ખુલ્લા કુવામાં સિંહ-દિપડા અને તેના બચ્ચ પડી જતા મોતને ભેટી રહયા છે. આવા ખુલ્લા કુવાઓની પેરાપટ બનાવવી આવશ્યક છે.


