ઉદ્યોગમાં વીજ કાપ મુકી ખેતીની બચાવવા રજૂઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વીજ ધંધિયાથી ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે. ત્યારે ખેતીવાડી વીજ કનેકશનમાં પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરાઇ છે. તેમજ ઉદ્યોગમાં વીજ કાપ મુકી ખેતીને બચાવવા વિસાવદરનાં ધારાસભ્યએ રજુઆત કરી છે.
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ તાજેતરમાં વિધાનસભામાં ગુજરાતના ખેતીવાડીમાં પૂરતો વીજ પુરવઠો આપવા જોરદાર માંગણી કરી હતી અને ખેડૂતોનાં ઉભા પાકને બચાવવા માંગણી કરેલી હતી હાલમાં ખેડૂતોને રાતના સમયે 8 કલાક વીજળી મળે છે, અને તે પણ થોડા,થોડા સમય માટે અને સતત વીજળી મળતી નથી અને જેના કારણે રાતે ખેડૂતોને ઉજાગરા કરવા પડે છે.
દિપડા અને જંગલી પ્રાણીઓ અને સાપ પણ નીકળે છે ત્યારે ખેડૂતોને દિવસના સમયે વીજ પુરવઠો આપવામાં આવે તેવી રજૂવાતો મળી છે.જેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતી માટે સતત વીજ પુરવઠો મળે ખેતીવાડી વીજ કનેક્શનમાં દિવસે બે ત્રણ કલાકના કાપના નામે લોડ સેટિંગ ઉદ્યોગમાં દિવસના કાપ આપી ખેતીને બચાવો તેમજ ખેતીમાં દિવસે વારંવાર કાપથી ખેડૂતો કંટાળ્યા હોવાની આક્રમક રજુઆત કરેલી હતી.


