રાજકોટ પોલીસ વિભાગે પોલીસ અને કાયદા પ્રત્યે જનતાનો વિશ્વાસ પુન:સંપાદિત કરવા માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે મહત્વના કાર્યો હાથ ધર્યા હતા. લોકોની મુશ્કેલીઓના નિવારણ માટે ખુદ પ્રજાની વચ્ચે જઈને શહેરમાં બે સ્થળે લોક દરબાર યોજ્યો હતો.
ફૂટ પેટ્રોલીંગ કરીને વિવિધ વિસ્તારોમાં જનતાના દરવાજે જઈને તેમની સમસ્યાઓનું નિવારણ કરવાના સ્તુત્ય પ્રયાસો કર્યા હતા.આંતર રાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કમિશનરે શાળા નંબર 70માં લોક દરબાર યોજયો હતો.
- Advertisement -

આ લોક દરબારમાં મહિલાઓ સહિત અન્ય લોકોની દોઢેક ડઝન જેટલી ફરિયાદોનું નિવારણ કર્યું હતું. આ ઉપરાંત ઝોન – 2ના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાએ હોળીના તહેવાર નિમિત્તે મહિલોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઘંટેશ્વર 25 એરિયામાં સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કર્યું હતું. તેમજ બુટલેગરોના મકાન ચેક કરીને ત્યાં વસવાટ કરતી મહિલાઓ અને નાગરિકોને કોઈ તકલીફ નથી તેની જાણકારી મેળવી હતી.વધુમાં પોલીસે વેપારીઓની સુરક્ષા અંગે પણ ચિંતા કરી હતી. પોલીસે વેપારીઓને મજૂરના ડેટા રાખવા, શંકા સ્પદ ઈસમોથી ચેતની રહેવા અને સમયસર ફરિયાદ કરવાનું સૂચન આપ્યું હતું. તેમજ વેપારીના ભલા માટે ગોળ તાળાનો ઉપયોગ કરવાનો અને ધંધામાં થયેલી આવકની રોકડ દુકાનમાં રાખવાને ઘરે લઈ જવાનું માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
આ ઉપરાંત લારી ગલ્લા, ફેરિયાઓને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે રીતે વેપાર કરવાનું કહ્યું હતું. તેમજ વેપારીઓ વાહન ચાલકોને રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે વાહન પાર્ક કરાવે તે જોવા સહિતની સુચનાઓ આપી હતી.


