વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી મે માસમાં યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટનું ઉદ્ઘાટન કરવા બે દિવસ ગુજરાત આવશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની મહામારીના કારણે ગત જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી જે આગામી 1લી અને 2જી મેના રોજ યોજાશે આ સમિટની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી છે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે બંધબારણે આ અંગેની તૈયારીઓ અને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે. આ સમિટ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ સમિટના ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને વિદેશી મહેમાનો અને ઉદ્યોગપતિઓ સાથે ડિનર ડિપ્લોમસી કરશે.
અત્રે નોંધવું જરૂરી છે કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની સરકારનું પ્રથમ બજેટ સત્ર બીજી માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાવા જઇ રહ્યું છે જેમાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તેમનું પ્રથમ અને વર્તમાન સરકાર નું છેલ્લું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આ સૂત્ર દરમિયાન નજર ગાંધીનગરમાં ડિફેન્સ ઐકસપો યોજાવા જઇ રહ્યો છે. ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત વખતે તેઓ વાઇબ્રન્ટ સમિટને આખરી ઓપ આપશે.
- Advertisement -
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં સતત વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા મુલત્વી રાખવામાં આવી હતી. આ સાથે શહેરમાં ભવ્ય ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ પણ રદ્દ કરી દેવામાં આવ્યા હતા.
જયારે સરકારે મોકૂફ રાખેલ આ વાઈબ્રન્ટ સમીટ આગામી તારીખ 1 મે 22 ના રોજ યોજાશે. તેવી માહિતી સામે આવી રહી છે. આ સમિટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ યોજવામાં આવશે. તો બીજી બાજુ સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધો છે તે પણ હટી જાય તેવી શક્યતાએ દેખાઈ રહી છે.


