ગુજરાતમાં હવે કોરોનાનાં કેસો ધીરે-ધીરે સંપૂર્ણપણે ડાઉન થઇ જવાના આરે આવ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની નવી ગાઇડલાઇનમાં કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે. જેમાં તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યાં છે. જે નીચે મુજબ છે….

અમદાવાદ-વડોદરા સિવાયના શહેરોમાંથી રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટ છાટ અને હળવા કરવામાં આવેલા નિયંત્રણો અંગે ગૃહ વિભાગ નું જાહેર નામુ આ સાથે સામેલ કર્યું છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા. 18 ફેબ્રુઆરીથી તા. 25 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
- Advertisement -

લગ્ન સમારોહ માટે હવે નોંધણી ફરજિયાત નહીં
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં સોમવારથી તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન
રાજ્યમાં ઘટતા જતા કોરોનાનાં કેસોને લઇને કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.


