તોડકાંડ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન; PI સહિત તમામ PSIની બદલી, બિનસંવેદનશીલ જગ્યા પર રાખવા ઓર્ડરમાં ખાસ નોંધ

રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી પર તવાઈ બોલાવવામાં આવી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના તમામ આઠ પીએસઆઈની સાગમટે બદલી કરવામાં આવી. આ તમામ પોલીસ કર્મચારીને રાજકોટ બહાર મુકવામાં આવ્યા છે.

રાજકોટ : ભાજપના ટોચના ત્રણ-ત્રણ નેતાઓ મેદાને પડતાં પોલીસ વિભાગમાં નવાજૂનીનાં એંધાણ, ગોવિંદ પટેલનાંં લેટર બોંબના રાજ્યભરમાં ઘેરા ...

રાજકોટમાં સખિયા બંધુ દ્વારા પોલીસ કમિશનર પર કમિશનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 75 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાના કથિત આક્ષેપ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જોકે, બાદમાં મનોજ અગ્રવાલ મીડિયા સામે આવ્યા હતા. અને પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપને ફગાવ્યા હતા.

કમિશન કાંડમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના પોલીસ કર્મચારીઓનું નામ પણ ખરડાયું હતુ. ત્યારે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના તમામ આઠ પીએસઆઈની સાગમટે બદલી કરવામાં આવી છે. ત્યારે જે પીએસઆઈની બદલી કરવામાં આવી છે તેઓ રાજકોટ બહાર જઈને કમિશન કાંડ નહીં કરે તેવા સવાલ લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તોડ કરતા હોવાના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોંબના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યાં હતા. ત્યારે હવે ભાજપના જ વધુ બે નેતાઓએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે મોરચો માંડ્યો હતો.

8 દિવસ પહેલા મેં ગૃહ મંત્રીને કરી હતી રજૂઆત : અરવિંદ રૈયાણી

વાહન વ્યવહાર રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ પણ પોલીસ કમિશનર વસૂલી કરતા હોવાના આક્ષેપો કર્યા હતો. પ્રધાન અરવિંદ રૈયાણીએ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ સાંસદ રામભાઇ મોકરિયાએ કમિશનર હપ્તાખોરી અને ઉઘરાણીનું જ કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતી. આમ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે એકસાથે ભાજપના જ ટોચના ત્રણ-ત્રણ નેતાઓ મેદાને પડતાં પોલીસ વિભાગમાં મોટા પાયે નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યાં હતા.

રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કર્યા હતી… ત્યારે વાહનવ્યવહાર રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી પણ પોલીસ કમિશનર સામે મેદાને પડ્યા હતા… અરવિંદ રૈયાણીએ ગોવિંદ પટેલના સૂરમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે મેં આ મુદ્દે 8 દિવસ પહેલા ગૃહરાજ્યપ્રધાનને રજૂઆત કરી હતી… આ મુદ્દો ગંભીર હોવાથી કડક કાર્યવાહીની માંગ અરવિંદ રૈયાણીએ કરી હતી…

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર હપ્તાખોરીનો આરોપ લગાવનારા ધારાસભ્ય ગોંવિંદ પટેલ સીએમ ભૂપેદ્ર પટેલ અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી..અને પોલીસ કમિશનર સહિતના જે પણ પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે..તેની સામે અસરકારક પગલા લેવાની માંગણી કરી હતી.. ગોવિંદ પટેલ જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શન, ડીસમીસ સહિતના જે પણ અસરકારક પગલા જરૂરી છે તે લેવા માટે માંગણી કરી હતી.આ ઉપરાંત પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરી હત.