આદેશથી… ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં રાત્રી કરફયૂનાં નિયમ લાગુ થતાં નથી
શક્તિ, સિતારામ અને જય દ્વારકાધીશ સહિતની હોટેલ-રેસ્ટોરાં રાત્રી કરફયૂમાં પણ ધમધમે છે
56ની છાતી હોય તો ગાંધીગ્રામ પોલીસ રાત્રીનાં સમયે ચાલતી હોટેલ-રેસ્ટોરાંઓ બંધ કરી દેખાડે.

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી કરફયૂનાં સમયે પણ શક્તિ, સિતારામ અને જય દ્વારકાધીશ સહિતની હોટેલ-રેસ્ટોરાં ચાલું જોવા મળે છે.
- Advertisement -

જાણે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં રાત્રી કરફયૂનાં નિયમ લાગુ નથી થતા તેમ અહીં આખી રાત હોટેલ-રેસ્ટોરાંઓ ધમધમતી હોય છે. રાત્રી કરફયૂનો કડક અમલ કરાવવાની જગ્યાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં અધિકારીઓ ચાર ચોક પર સામાન્ય નાગરિકોને ઉભા રાખી રોફ જમાવતા જોવા મળે છે, દંડ વસૂલતા અને ખોટી હેરાનગતિ કરતા હોય છે અને બીજી તરફ આ જ વિસ્તારની હોટેલ-રેસ્ટોરાં બેરોકટોક ધમધમતી રહે છે.

- Advertisement -
જેનું કારણ સ્પષ્ટ છે, ગાંધીગ્રામ પોલીસ વિસ્તાર રાત્રી કરફયૂ નિયમ એવો છે કે, હપ્તા આપો અને રાત્રે પણ રેસ્ટોરાં ચાલું રાખો. જો આ હકીકત ન હોય અને ગાંધીગ્રામ પોલીસ 56ની છાતી ધરાવતી હોય તો રાત્રીનાં સમયે કરફયૂ દરમિયાન ચાલતી રેસ્ટોરાં બંધ કરાવી બતાવે. (તસવીર : રાજુ બગડાઈ)
રાત્રી કર્ફ્યુમાં પણ ધમધમતી હોટેલ-રેસ્ટોરન્ટનો વીડિયો જોવા અહીં ક્લિક કરો…


