By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 hour ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    3 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 hour ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    2 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી
રાજકોટ

અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી

Khaskhabar Editor
Last updated: 2021/12/02 at 5:41 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સ્વ. અભયભાઈની પરંપરાને આગળ ધપાવતા તેમના પુત્ર અંશ ભારદ્વાજ : પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

સતત કાર્યશીલ રહેવાનું જ્વલંત ઉદાહરણ
એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજ

બ્રહ્મસમાજ એટલે અભયભાઈ: નીતીનભાઈ ભારદ્વાજ
અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા

Contents
સ્વ. અભયભાઈની પરંપરાને આગળ ધપાવતા તેમના પુત્ર અંશ ભારદ્વાજ : પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયોસતત કાર્યશીલ રહેવાનું જ્વલંત ઉદાહરણ એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજબ્રહ્મસમાજ એટલે અભયભાઈ: નીતીનભાઈ ભારદ્વાજઅભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા

સંત પરમાત્માનંદ સરસ્વતી, પ.પૂ.સંત ત્યાગવલ્લભ સ્વામી, પ.પૂ.સંત ઘનશ્યામદાસ મહારાજ, શાસ્ત્રીજી રમેશભાઈ શુકલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબ, સાહિત્યકાર સાંઈરામ દવે, બ્રહ્મ અગ્રણી અને ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈની પ્રેરક ઉપસ્થિતિ

- Advertisement -

ભગવાન પરશુરામના આદર્શને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી નાખનારા રાજ્યસભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમણે જ સ્થાપેલી સંસ્થા પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ વિધિના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સાહિત્યકાર સાંઈરામ દવેએ શબ્દ-સંગીત વડે સ્વ. અભયભાઈ ભારદ્વાજને શબ્દાંજલિ-ભાવાંજલિ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વ. અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજે ઉપસ્થિત સૌ કોઈનું સંતો-મહંતો મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અભયભાઈને મેરા નામ જોકરનું એક વાક્ય બહુ પ્રિય હતું, ધ શો મસ્ટ ગો ઓન. એમણે આ વાક્યને હંમેશા ચરિતાર્થ કર્યું. સતત કાર્યશીલ રહેવાના જીવતાજાગતા ઉદાહરણ એટલે અભયભાઈ. પરશુરામ યુવા સંસ્થાન પણ તેમના પથ પર અગ્રેસર છે. આ કાર્યક્રમ અભયભાઈની કલ્પના હતી. સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાંસદ બન્યા ત્યારે તે વર્ષે પરંપરા અનુસાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં નક્કી કર્યું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. પોતાના અવસાન અગાઉ અભયભાઈ પોતાની આયોજનની ડાયરીમાં આ પાંચ શ્રેષ્ઠીઓના નામ લખી ગયા હતા. તેમના સ્વપ્નમેં પૂર્ણ કરતા અને તેમની પરંપરાને આગળ ધપાવવા અમે પ્રયાસ કરી રહ્યા છે. ધ શો મસ્ટ ગો ઓન. અભયભાઈએ એક પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને છૂટવા ન દેતા આગળ વધારી છે. બ્રાહ્મણોને એકત્રિત કરવા અમારી ભાવના છે.

પરશુરામ યુવા સંસ્થાનના અંશભાઈ ભારદ્વાજ ઉપરાંત ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઈ વિના પરશુરામ યુવા સંસ્થાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. બ્રહ્મસમાજ એટલે અભયભાઈ. છ લોકોથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી. અભયભાઈએ સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં બ્રહ્મસમાજ એકત્રિત થાય, બ્રહ્મસમાજ એક થાય એટલે પરશુરામ જયંતીની ઉજવણી પણ અભયભાઈએ શરૂ કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પરશુરામ જયંતી રજા પણ અભયભાઈ ભારદ્વાજે શરૂ કરાવી છે. આ જ પરંપરા અંશે શરૂ કરી છે. સમાજના લોકોનું સન્માન થાય અને સમાજનું પણ સન્માન વધે એ બદલ પરશુરામ યુવા સંસ્થાને યોજેલા કાર્યક્રમ બદલ ધન્યવાદ પાઠવું છું.

- Advertisement -

પરશુરામ એવોર્ડ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પધારેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અભયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી ત્યારે એક સમયનો વર્ષ વીતી ગયો છે. આ કાર્યક્રમ જ દેખાડે છે અભયભાઈ આપણી વચ્ચે છે. અભયભાઈના કાર્યો, વિચારો જીવંત છે. તેમનો આત્મા આપણને પ્રેરણા આપે છે. અભયભાઈના જીવનની તમામ ઘટનાઓનો હું સાક્ષી છું. અભયભાઈ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. રાષ્ટ્રવાદ બ્રાહ્મણોમાં સૌ પ્રથમ રહ્યો છે. આ સંસ્કૃતિના જતન-સંરક્ષણમાં બ્રાહ્મણો છે. બ્રહ્મસમાજ સમગ્ર રાષ્ટ્ર અને સમસ્ત સમાજનો વિચાર કર્યો છે, શાસ્ત્ર સાથે સસ્ત્ર ભગવાન પરશુરામ દેન છે. દેવોના દેવ ભૂદેવ છે.

અભયભાઈની જે નિર્ભયતા હતી તેનો પણ હું સાક્ષી છું. કટોકટીકાળમાં અમારા બધાની એ ચિંતા કરતા હતા. કોણ કેટલું જીવ્યું એ કરતા કેવું જીવ્યું એ મહત્વનું છે, એમાં અભયભાઈએ જીવી દેખાડ્યું છે એ કારણે આજે આપણે યાદ કરીએ છીએ. બ્રાહ્મણો સંગઠિત અને શક્તિશાળી બને એ માટે તેમણે આ પરશુરામ યુવા સંસ્થાન સ્થાપના કરી. તેમને પણ લોકો પરશુરામ કહેતા. જય પરશુરામથી તેમના વાતની શરૂઆત થતી. આ સંસ્થા દ્વારા અભયભાઈના પુત્ર અંશભાઈએ વિચારધારાને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. અભયભાઈ વગરનો અને અંશભાઈ દ્વારા આ પ્રથમ કાર્યક્રમ થયો છે ત્યારે આવનારા દિવસોમાં બ્રહ્મસમાજની એકતા રાષ્ટ્રની સુરક્ષા, સંસ્કૃતિ, જગતજનની માટે વધુને વધુ પ્રયત્નશીલ બનશે એવી મને આશા છે.

 આ ઉપરાંત સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક અને કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબે પણ સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથેના પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને કાર્યક્રમના અંતમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના પૂર્વ વાઈસ ચેરમેન, સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી નટવરલાલ એસ. ભટ્ટ સમાજ પ્રત્યે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા સુધીરભાઈ જોષી તેમજ બિનવિવાદાસ્પદ વ્યકિત જેણે રાજકોટના વિકાસમાં સાતત્યપૂર્ણ પ્રદાન કરનાર- ન્યુરો સર્જન, આટકોટમાં પ્રથમ બ્રહ્મ ક્ધયા છાત્રાલયના સ્થાપક ડો. પ્રકાશ મોઢા, સૌપ્રથમ બ્રહ્મ કન્યા છાત્રાલય બનાવનાર અને ઉદ્યોગપતિ જયદેવ રસિકલાલ દવે યુનિસેફ સાથે જોડાણ કરીને આફ્રિકા ખંડના દેશોમાં વોટર પમ્પ તથા પાણીજન્ય રોગો સામે જાગૃતિ લાવનાર, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિઓ કે.આર. નારાયણન તથા શંકરદયાળ શર્માના હસ્તે એકસપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉપરાંત 26 સંસ્થાઓની સુકાની સંભાળનાર તેમજ અગ્રણી કેળવણીકાર લાભુભાઈ ત્રિવેદીના સુપુત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય કામગીરી કરવા બદલ પરશુરામ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. પરશુરામ યુવા સંસ્થાના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજ સિવાયના પણ વિવિધ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધિરેન અજમેરાએ મહિલાઓને પોતાની કેબિનમાં બોલાવી ધમકાવી
Next Article આજનું રાશિફળ (03/12/2021) આજનો તમારો દિવસ કેવો પસાર થશે જાણો..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?