રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનં.૧૭ના કોર્પોરેટર કીર્તીબા રાણાની ચાલુ વર્ષની ગ્રાંટમાંથી વાલકેશ્વર સોસાયટી શેરી નં. ૧-અ, બંધ શેરી અને ખોડીયાર ૫૦ ફૂટ રોડના છેડે બગીચા સામે પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરઓ રવજીભાઈ મકવાણા, અનીતાબેન ગોસ્વામી, કીર્તીબા રાણા, વોર્ડ નં.૧૭ના પ્રભારી શૈલેષભાઈ પરસાણા, પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ વિઠલભાઈ પટેલ, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ભીમાણી, જે.ડી.રૂધાણી, હરીભાઈ મસાણી, કેશુભાઈ, અમિત મેવાળા, મુકેશભાઈ રજપૂત, મનુભાઈ વાઘેલા, જયેશભાઈ ઝાલાવડીયા, કમલેશભાઈ ડાભી, જ્યોતિબેન સખીયા, હંસાબેન કોરાટ, હિનાબેન ચાવડા, વિજયાબેન, જય બેન, વિજુબેન, ગીતાબેન સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઈઓ હાજર રહેલ.



