By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    4 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    4 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    4 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    4 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું પ્રિયંકા ચોપરા અને નિક જોનસ અલગ થઇ રહ્યા છે ? પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામમાંથી ‘જોનસ’ સરનેમ દૂર કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > શું પ્રિયંકા ચોપરા અને નિક જોનસ અલગ થઇ રહ્યા છે ? પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામમાંથી ‘જોનસ’ સરનેમ દૂર કરી
બોલીવુડમનોરંજન

શું પ્રિયંકા ચોપરા અને નિક જોનસ અલગ થઇ રહ્યા છે ? પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામમાંથી ‘જોનસ’ સરનેમ દૂર કરી

Khaskhabar Editor
Last updated: 2021/11/23 at 1:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને હોલિવૂડ સ્ટાર નિક જોનાસ અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા જોવા મળે છે.

જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્નમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આ અહેવાલો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાંથી પોતાના નામમાંથી ‘ચોપરા’ અને જોનસ સરનેમ હટાવી દીધી છે. ત્યારબાદ પ્રિયંકા અને નિક જોનસના છૂટાછેડાની અટકળો ચાલી રહી છે. પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાંથી ‘જોનસ’ સરનેમ હટાવીને ફેન્સને કન્ફ્યુઝ કરી દીધાં, જોકે આ દરમિયાન નિક જોનસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના પર પ્રિયંકાએ કમેન્ટ કરીને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું છે.

- Advertisement -

હકીકતમાં નિક જોનસે તાજેતરમાં જિમમાં વર્કઆઉટ કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. એના આ વીડિયો પર પ્રિયંકાએ કમેન્ટ કરી લખ્યું ” Damn!,હું તારી બાહોમાં મરવા માગું છું.” પ્રિયંકાએ આ કમેન્ટ સાથે કહ્યું છે કે તે નિક જોનસને ખૂબ પ્રેમ કરે છે અને બંને અલગ નથી થયાં.

નિક જોનસના વીડિયોમાં પ્રિયંકાની કમેન્ટ.
વીડિયોમાં નિક જોનસ જિમમાં ડંબલ્સ ઉઠાવતો અને બાઈસેપ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. તેની કેપ્શનમાં તેણે લખ્યું છે. “મંડે મોટિવેશન, લેટ્સ ગેટ ઈટ.” પ્રિયંકાની માતા મધુ ચોપરાએ પણ બંનેના છૂટાછેડાના સમાચારને અફવા ગણાવ્યા છે. તેમને લોકોને આ પ્રકારની ખોટી અફવાઓ ન ફેલાવવાની અપીલ પણ કરી છે.

પ્રિયંકા અને નિકના લગ્નને 1 ડિસેમ્બરના રોજ 3 વર્ષ પૂરાં થશે, પરંતુ અગાઉ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોથી ‘જોનસ’ સરનેમ હટાવીને ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા હતા. ત્યાર બાદ નિક અને પ્રિયંકાના અલગ થવાના સમાચારે પણ જોર પકડ્યું હતું. હવે નો ‘નિક’ નેમ માત્ર પ્રિયંકા

- Advertisement -

નિક સાથે લગ્ન કર્યા બાદ જોનસ સરનેમ જોડી હતી
આ અંગે હજી સુધી બંનેના છૂટાછેડાને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. પ્રિયંકાએ લગ્ન બાદ પોતાનું ઈન્સ્ટાગ્રામ બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કર્યું હતું. હવે સવાલ એ છે કે ખરેખર શું બંને અલગ થઈ ગયાં છે કે અથવા કંઈક બીજો મામલો છે? આ મામલામાં ફેન્સ પ્રિયંકાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

જો પ્રિયંકા અને નિક વચ્ચે બધુ બરાબર છે, તો શું થયું કે અભિનેત્રીને તેના નામની પાછળથી નિક જોનાસની અટક હટાવવી પડી? દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેના પાછળનું કારણ શું છે? તમને જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.

હવે આ સમાચાર પર પ્રિયંકાની માતાનું રિએક્શન સામે આવ્યું છે.
એક મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકાની માતાએ જણાવ્યું હતું કે, ‘આ બધું બકવાસ છે. અફવાઓ ન ફેલાવો. જોકે પ્રિયંકાએ અટક હટાવી દીધી છે, પરંતુ એક્ટ્રેસે નિકને ફોલો કર્યો છે અને અટક હટાવ્યા બાદ તેની પોસ્ટને પણ લાઈક કરી છે.

તો બીજી તરફ છૂટાછેડાના સમાચાર વચ્ચે નિકે પોતાનો એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. જેને પ્રિયંકાએ પણ લાઈક કર્યો છે. તેથી હવે ફેન્સને મૂંઝવણ થઈ રહી છે કે જો બધુ બરાબર છે તો એક્ટ્રેસે પોતાની સરનેમ કેમ કાઢી નાખી.

તમને જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ પ્રિયંકાએ નિક સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર. આ સિવાય તે જોનાસ બ્રધર્સના શોમાં તેને સપોર્ટ કરવા ગઈ હતી. બંનેએ સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

આ દરમિયાન પ્રિયંકાની ફિલ્મ મેટ્રિક્સનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. પ્રિયંકાનો લુક એકદમ અલગ છે અને ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના આ પોસ્ટરને તેની ભાભી ડેનિયલ જોન્સે પણ શેર કર્યું છે.

હાલમાં, પ્રિયંકાએ તેની અટકમાંથી નિક જોનાસનું નામ શા માટે દૂર કર્યું છે તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે.

મેટ્રિક્સમાં જોવા મળશે પ્રિયંકા
સોમવારે જ પ્રિયંકાએ નવા હોલિવૂડ પ્રોજેક્ટની રિલીઝ ડેટની જાહેરાત થઈ છે. મેટ્રિક્સ સિરીઝની નવી ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. એ ઉપરાંત પણ પ્રિયંકાની પાસે કેટલાક હોલિવૂડ પ્રોજેક્ટ્સ છે.

સામંથા અને મલાઈકાએ પણ છૂટાછેડા પહેલાં સરનેમ હટાવી હતી
તાજેતરમાં દક્ષિણ ભારતની એક્ટ્રેસ સામંથાએ પણ પોતાના નામની આગળ અક્કિનેની સરનેમ હટાવી હતી, ત્યાર બાદથી ચૈતન્ય સાથે તલાકના સમચારોએ જોર પકડ્યું હતું. મલાઈકા અરોડા ખાને પણ પોતાના પતિ અરબાઝ ખાનની તલાક પહેલાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી સરનેમ હટાવી દીધી હતી. આવી સ્થિતિમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ છે જેમણે અલગ થતાં પહેલાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી સરનેમ અને ફોટો હટાવી દીધાં છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘અગસ્ત્ય નંદા’ના 21માં જન્મદિવસે અભિષેક, શ્વેતા બચ્ચન અને અન્ય સેલેબ્સએ સોશ્યિલ મીડિયા પર પ્રેમ વરસાવ્યો
Next Article રંગોળી સ્પર્ધા-૨૦૨૧માં ભાગ લેનાર તમામ ચિત્રકારોને ઇ-સર્ટિફિકેટ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?