ઈસ્ટ ઔર વેસ્ટ.. રાજકોટમાં જ્યાં જૂઓ ત્યાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બેનરોમાં છવાયેલા જોવા મળી રહ્યાં છે. આવતીકાલે સી.આર. પાટીલ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય તેમના બેનર્સ ઠેરઠેર જોવા મળી રહ્યા છે. સી.આર. પાટીલ બ્રહ્મસમાજના કાર્યક્રમ અંગે તથા શહેર ભાજપ આયોજિત કાર્યક્રમ માટે શહેર-જિલ્લા ભાજપના કાર્યકરોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.

- Advertisement -
પાટીલનું શક્તિ પ્રદર્શન, 30 હજાર કાર્યકરોનો ભોજન સમારંભ
સુરતમાં આગામી 24 નવેમ્બરના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન
દિવાળી બાદ સુરત શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતા જતા કેસ સાથે ભાજપે દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભાજપના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 30 હજારથી વધુ કાર્યકરો માટે ભોજન વ્યવસ્થા ઉભી કરવા કવાયત થઈ રહી છે. ભાજપના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંગઠન ટીમને કામે લગાડી દેવામાં આવી છે.
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકા ના સ્નેહ મિલન કરતા સુરત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમટાઉન હોવાથી આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.



