ઇન્વેસ્ટર્સને પ્રતિ શેર 540નું નુકસાન, IPOના રેટથી 9% નીચે થયું કંપનીનું લિસ્ટિંગ
ખાસ-ખબર સંવાદદાતા
ડિજિટલ મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરનું આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એ 1955 રૂપિયા પર, જ્યારે નેશનલ સ્ટેક એક્સચેન્જ પર 1950 રૂપિયા પર લિસ્ટ થઈ છે, એટલે કે ઈંઙઘમાં જેવા ભાવે આપ્યો હતો એની સરખામણીમાં એ 9 ટકા નીચે લિસ્ટ થયો છે. હાલ રોકાણકારોને પ્રતિ શેર 540 રૂપિયાનું નુકસાન થયું છે. જોકે આ લખાય છે ત્યારે બપોરે 2.30 કલાકે આ શેર 17.25 ટકા ઘટાડા સાથે 1613.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેણે 1586.35નો નીચલો સ્તર બનાવ્યો અને 1955 રૂપિયાનો હાઈ બનાવ્યો હતો. જોકે મહત્ત્વની વાત એ છે કે આ શેર એની ઈસ્યુ પ્રાઈસને પણ ટચ ન કરી શક્યો. હાલના સમયમાં ઈસ્યુના સબ્સક્રિપ્શન અને લિસ્ટિંગ, બંને મામલામાં સૌથી ખરાબ દેખાવ કરનાર આ શેર છે.



