અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર વધારોઃ દિવાળી પહેલાં કંપનીએ ₹2.30નો વધારો કર્યો
અદાણી કંપનીએ ૧૩ દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨.૩૦નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.૯૮.૪૭થી વધીને રૂ.૧૦૦.૭૭ પહોંચી ગયો છે. આ પૂર્વે ૨૩ ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.૪.૪૫નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.૧૦૦ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો CNGના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
CNGના સતત ભાવવધારાને લઈને રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, CNGમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર
CNGના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઈન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર ૨૦ની જગ્યાએ ૧૦થી ૧૨ રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
- Advertisement -
અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો
અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને ૧૭૩ કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને ૧૬૩ કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે ૫.૯%નો વધારો થયો છે. કંપનીની આવક પણ ૩૪% વધીને ૨૧૦૯ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક ૧,૫૭૬ કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.



