44 દરખાસ્તો પર લેવાશે નિર્ણયઃ વોર્ડ નં-1માં ફાયર સ્ટેશન, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન મળતી વાર્ષિક સહાય 10 લાખથી વધારીને 15 લાખ કરવાની દરખાસ્ત સામેલ
શહેરમાં ધૂળના પ્રદૂષણ પર બ્રેક લાગશે: રાજકોટ મનપા 7.52 કરોડના ખર્ચે 3 ‘મીસ્ટ કેનન’ વાહનો વસાવશે
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે શુક્રવાર, તા. ૦૬ નવેમ્બરના રોજ સવારે 11.30 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં યોજાશે. આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, પર્યાવરણ અને સફાઈ વ્યવસ્થાને લગતી કુલ ૪૪ દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.આ બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય શહેરના ટ્રાફિક અને માળખાકીય સુવિધા સંદર્ભે લેવાશે, જેમાં વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે રૂ. ૧૭.૫૦ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની તેમજ વોર્ડ નં. ૪માં ઓમ પાર્ક મેઈન રોડ પર રૂ. ૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ કરવાની દરખાસ્ત સામેલ છે। આ ઉપરાંત, સ્માર્ટ સિટી વિસ્તાર ગણાતા વોર્ડ નં. ૧માં રૈયા ટી.પી. સ્કીમ-૩૨ ખાતે રૂ. ૧૭.૧૨ કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવાનો માર્ગ મોકળો બનશે।શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે પણ મોટો ખર્ચ મંજૂર થવાની શક્યતા છે। મુખ્ય માર્ગો પર રાત્રિ સફાઈ કરતા ૧૨ મિકેનિકલ પાવર રોડ વેક્યુમ સ્વીપિંગ મશીનોના ૩ વર્ષના નિભાવણી ખર્ચ પેટે રૂ. ૧૧ કરોડ તેમજ ધૂળ નિયંત્રણ માટે ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ રૂ. ૧.૫૩ કરોડના ખર્ચે ૩ નવા ‘મીસ્ટ કેનન’ વાહનો ખરીદવા અને તેના પાંચ વર્ષના ઓપરેશન પેટે રૂ. ૫.૯૯ કરોડ મંજૂર કરવા વિચારણા થશે.બીજી તરફ, પાયાના સફાઈ કર્મચારીઓ માટે રાહતરૂપ નિર્ણય લેતાં મનપાના વિવિધ વોર્ડમાં કાર્યરત સખીમંડળો અને મિત્રમંડળોના સભ્યોની દૈનિક ગ્રાન્ટ રૂ. ૧૮૦થી વધારીને રૂ. ૨૫૦ પ્રતિ દિન કરવા અંગેની દરખાસ્ત મુકાઈ છે। શહેરીજનોની સુવિધા માટે તમામ વોર્ડમાં ડામર રસ્તાઓના પેવર અને પેચકામ હાથ ધરવા અંગે મેયરશ્રી દ્વારા રજૂ થયેલા પત્ર પર પણ મંજૂરીની મહોર લાગશે. આ સાથે મનપા વિસ્તારમાં નવા સેન્ટ્રલ અને ગાર્ડન લાઈટિંગ માટે રૂ. ૫.૭૨ કરોડનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ, આરોગ્ય કેન્દ્રોના બાયો મેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની વાર્ષિક સહાય રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ કરવા, તેમજ ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા મનપાના વર્ગ-૪ સહિતના કર્મચારીઓ અને તેમના આશ્રિતોને લાખો રૂપિયાની આર્થિક તબીબી સહાય મંજૂર કરવા સહિતના કામો આ બેઠકમાં હાથ પર લેવાશે.
- Advertisement -




