કર્મચારી સંગઠનોની માંગણીને પગલે નિર્ણય; 9 નવેમ્બરે જાહેર રજા, 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે
દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ૩ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાની શક્યતા છે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ૯ નવેમ્બર, સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવશે. આ રજાના બદલામાં ૧૨ ડિસેમ્બર, શનિવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે.
આ અંગે આજે યોજાનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. રાજ્ય સરકારના અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના ૪ લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે ૪.૮૨ લાખ પેન્શનર્સને ઉઅ વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, હાલની નવી દરખાસ્તમાં ૩ ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. ઉઅમાં વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારના આધારે દર મહિને મળતા પગારમાં વધારો થશે. જો સરકાર જુલાઈ ૨૦૨૬થી આ વધારો અમલી બનાવે તો કર્મચારીઓને બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. જોકે, એરિયર્સની ચુકવણી અંગે પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. આજની કેબિનેટ બેઠકમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સની નજર રહેશે.



