નવી મુંબઈમાં જમીનથી 114 મીટર નીચે ચાલી રહ્યું છે કામ
સમુદ્રની અંદર 7 કિમી લાંબી ટનલ ખોદવા માટે 3,000 ટન વજનની TBM મશીનનો ઉપયોગ
- Advertisement -
1,200 કામદારો અને એન્જિનિયરો દિવસ-રાત જોતરાયા : પાણીના દબાણ અને કંપનને રોકવા માટે અદ્યતન ટેક્નિકનો ઉપયોગ
આ સુરંગમાંથી બે બુલેટ ટ્રેનો એકસાથે પસાર થશે
નવી મુંબઈના સાવલી ખાતે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે સમુદ્રની નીચે અત્યાધુનિક સુરંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામ જમીનથી ૧૧૪ મીટર એટલે કે આશરે ૩૫ મૃત્યુચિથઈ આશરે ૧,૨૦૦ મજૂરો અને એન્જિનિયરો દિવસ-રાત આ પ્રોજેક્ટમાં જોડાયેલા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાવલીથી શીલફાટા વચ્ચે ૪.૮ કિલોમીટર લાંબી સુરંગ પહેલેથી જ તૈયાર થઈ ચૂકી છે, જ્યારે હવે સમુદ્રની અંદર ૭ કિલોમીટર લાંબી સુરંગ ખોદવા માટે ૩,૦૦૦ ટન વજનનું વિશાળ મશીન સતત કામ કરી રહ્યું છે. આ પ્રોજેફ્ટની વિશેષતા એ છે કે સામાન્ય રીતે મેટ્રો માટે બે અલગ સુરંગો બનાવવામાં આવે છે, પરંતુ અહીં એક જ વિશાળ અને પહોળી સુરંગની અંદરથી બંને દિશાની બુલેટ ટ્રેનો પસાર થશે. સમુદ્રની નીચે ટ્રેનની ઝડપ ૧૮૦ થી ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે બહાર આવતાની સાથે જ તે ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ પકડી લેશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની ૨૧ કિમી લાંબી ટનલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સાવલીથી વિક્રોલી (૯.૭ કિમી) નો છે, જેમાં દરિયાઈ ટનલ મુખ્ય હિસ્સો છે. આ ૭ કિમીનો ભાગ પાણીના ઉપરના સ્તરથી ૫ થી ૮ મીટર નીચે હશે અને તે આગામી ૩૦ મહિનામાં બની જવાની અપેક્ષા છે.
આ નિર્માણ કાર્ય દરમિયાન પાણીનું ભારે દબાણ અને કંપન રોકવું એ સૌથી જળદબાણને કારણે પાણી ભરાવાના જોખમને ટાળવા માટે ‘સ્લરી બેઝ્ડ મિક્સ શીલ્ડ ટીબીએમ’ ચલાવવામાં આવી રહી છે, જે માટી અને પાણીના મિશ્રણની મુને ધસી પડવાના ભયને રોકવા માટે ખોદકામની સાથે જ કોંક્રિટ રિંગ સેગમેન્ટ્સ અને વોટરપ્રૂફ સીલિંગ લગાવવામાં આવી રહ્યા છે. નવી મુંબઈમાં સમુદ્રની નીચે ૧૧૪ મીટર ઊંડાઈએ બની રહેલી આ ૭ કિલોમીટર લાંબી દરિયાઈ સુરંગ ભારતની રેલવે ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સાબિત થશે, જ્યાંથી બે બુલેટ ટ્રેનો એકસાથે દોડશે.



