બ્રોચ તૈયાર થવામાં 10 વર્ષનો સમય લાગ્યો
‘લાઈબ્રેરી’ના લોન્ચિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીના ખાસ બ્રોચ પર લોકોની નજરો અટકી
- Advertisement -
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી તેમના રોયલ લુક અને આકર્ષક જવેલરી કલેક્શન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુંબઈ સ્થિત ગખઅઈઈ (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) ખાતે નવી ‘લાઈબ્રેરી’ના લોન્ચિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીના એક ખાસ બ્રોચ પર લોકોની નજરો અટકી ગઈ હતી. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની પણ આ અનોખા બ્રોચને જોઈ આંખો પહોળી થઈ ગઈ અને તેને અડીને જોવા લાગી હતી. નીતા અંબાણીએ તેમના બ્લેઝર પર એક ડ્રેગનફ્લાઈની ડિઝાઈનવાળું શાનદાર બ્રોચ પહેર્યું હતું. આ બ્રોચ વિશ્વપ્રસિદ્ધ ચીની જવેલરી આર્ટિસ્ટ વાલેસ ચાન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેનું નામ ‘સોઅરિંગ સ્પિરિટ’ રાખવામાં આવ્યું છે. આ અનોખા અને કોમપ્લેક્સ ડિઝાઈનવાળા બ્રોચને તૈયાર કરવામાં એક દાયકો એટલે કે ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. બ્રોચમાં ૧૭.૬૭ કેરેટની કિંમતી ત્સવોરાઈટ ગાર્ને, ડીમેન્ટોઈડ ગાર્નેટ, યલો ડાયમંડ, વ્હાઈટ ડાયમંડ, કલર્ડ ડાયમંડ, રૂબી, પિંક સેફાયર અને સ્પેશિયલ ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રોચને ખાસ ફ્લેક્સિબલ ટાઈટેનિયમથી તૈયાર કરાયું છે, જેથી પહેરનાર વ્યક્તિની હલચલ સાથે ડ્રેગનફ્લાઈની પાંખો પણ કુદરતી રીતે હલનચલન કરે છે. તેની પાંખોની ડિઝાઈન ‘એબેકસ’થી પ્રેરિત છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ, કિંમતી હીરા અને ૧૦ વર્ષની અદ્ભુત કારીગરીથી બનેલા આ સોઅરિંગ સ્પિરિટ બ્રોચની અંદાજિત કિંમત ૧.૫ થી ૧.૮ મિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ બ્રોચની કિંમત આશરે ₹૧૨ કરોડથી ₹૧૫ કરોડ જેટલી થાય છે! ડ્રેગનફ્લાઈ માત્ર એક ડિઝાઈન નથી, પરંતુ તે સપનાઓ, આઝાદી, પરિવર્તન અને અનંત શક્યતાઓનું પ્રતીક માનવામાં આવે છે. ગખઅઈઈ ની લાઈબ્રેરીના શુભારંભ પ્રસંગે જ્ઞાન, વાંચન અને વિચારોની આઝાદીને પ્રોત્સાહન આપવા માટે નીતા અંબાણીએ આ ખાસ મેસેજ આપતી એક્સેસરી પસંદ કરી હતી.
ઈવેન્ટ માટે નીતા અંબાણીએ ક્લાસી ‘પાવર ડ્રેસિંગ’ લુક પસંદ કર્યો હતો. તેમણે બેજ કલરનું લિનન પેન્ટસૂટ પહેર્યું હતું. બ્લેઝરની અંદર સેમ કલર ટોનનો ડેલિકેટ લેસ ટોપ પેર કર્યું હતું. જવેલરીમાં તેમણે હાથમાં મોટી ડાયમંડ સ્ટેટમેન્ટ રિંગ, લેધર સ્ટ્રેપવાળી લક્ઝરી વોચ અને સિમ્પલ ડાયમંડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. સોબર અને ન્યુટ્રલ કપડાં સાથે માત્ર આ કિંમતી ડ્રેગનફ્લાઈ બ્રોચને હાઈલાઈટ કરીને તેમણે પોતાના લુકને આકર્ષક અને રોયલ બનાવ્યો હતો.



