કંપનીઓ ઈચ્છા મુજબ વિમાનભાડું વસૂલશે
DGCAને આપવી પડશે ભાડાંની વિગતો, વેબસાઇટ પર મૂકવો પડશે બ્રેકઅપ
- Advertisement -
” એટીએફના ભાવમાં સતત ચોથા મહિને વધારોઃ મુસાફરોના ખિસ્સા પર પડશે સીધો બોજ
હવાઈ મુસાફરો માટે મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે હવાઈ ભાડાંને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા નિયમ મુજબ, આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૭થી સરકાર હવાઈ ટિકિટના સંચાલન ખર્ચ ધ્યાનમાં રાખીને મનમરજી મુજબ ભાડું નક્કી દર વધારવા કે ઘટાડવા બાબતે કોઈપણ પ્રકારની દખલગીરી કરશે નહીં. આ સાથે જ એરલાઇન્સ કંપનીઓને પોતાનું કરવાની સંપૂર્ણ છૂટ મળી જશે.
સરકારે ઈન્ડિયન એવિએશન રૂલ્સ ૨૦૨૬નું નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ નવી એરફેર પોલિસી ૧ જાન્યુઆરી ૨૦૨૭થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ એરલાઇન્સ કંપનીઓ પર સરકાર તરફથી ભાડું વધારવા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા રહેશે નહીં. જોકે, કોઈ અસાધારણ કે વિશેષ પરિસ્થિતિ ઊભી થશે તો પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે. નવા નિયમ હેઠળ એરલાઇન્સ કંપનીઓને ભાડું નક્કી કરવાની છૂટ મળશે, પરંતુ તેની સાથે પારદર્શિતા જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે. એરલાઈન્સે પોતાના ઓપરેશનલ ખર્ચ મુજબ ભાડું નક્કી કરવું પડશે અને તેની સંપૂર્ણ વિગતો ડીજીસીએને આપવી પડશે. ગ્રાહકો માટે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી કંપનીઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ ભાડાંનું માળખું અપલોડ કરવું પડશે. કંપનીઓએ મુસાફરો સમક્ષ ટિકિટ ભાડાંનો સ્પષ્ટ બ્રેકઅપ દર્શાવવી ફરજિયાત રહેશે. રજૂ કરવો પડશે, જેમાં બેઝ ફેર, વિવિધ ટેક્સ, અન્ય ફી, કેન્સલેશન ચાર્જ અને રિફંડની તમામ માહિતી વિગતવાર એક તરફ ભાડાં નક્કી કરવાની છૂટ મળી રહી છે, તો
બીજી તરફ એરલાઇન્સ કંપનીઓના સંચાલન ખર્ચમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ વિમાન ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની કિંમતમાં પ્રતિ લિટર ₹૧.૩૭નો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં એટીએફની કિંમત વધીને ₹૧૩૮.૫૦ પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. વિમાન ઇંધણના ભાવમાં સતત આ ચોથા મહિને વધારો ઝીંકાયો છે. વિમાન ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે એરલાઇન્સ કંપનીઓના ઓપરેટિંગ ખર્ચ પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. કોઈપણ એરલાઈનના કુલ સંચાલન ખર્ચમાં એટીએફનો હિસ્સો આશરે ૪૦% જેટલો મોટો હોય છે. આવા સંજોગોમાં ઇંધણ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધશે અને નવા નિયમો લાગુ થતાં કંપનીઓ આ બોજ સીધો સામાન્ય મુસાફરોના ખિસ્સા પર નાખી શકે છે, જેનાથી ભવિષ્યમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી બનવાની પૂરી શક્યતા છે.




