30 દેશના વન્યજીવ નિષ્ણાતોએ આપ્યા મહત્વપૂર્ણ સૂચનો
ચાર દિવસીય પરિષદમાં સભ્યો માટે એન્ડ્ઝ (ANTZ) સોફ્ટવેર પ્લેટફોર્મ મફત આપવાની જાહેરાત
- Advertisement -
સમાપન સમારોહમાં 6 મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત
‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ ૨૦૨૬ વનતારા ખાતે ૨૬ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ વૈશ્વિક પરિષદમાં ૩૦ દેશોની ૯૮ સંસ્થાઓ અને ભારતની ૨૯ ઝૂઓલોજિકલ સંસ્થાના અગ્રણીઓ, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો એક મંચ પર એકત્રિત થયા હતા. ‘વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીના સુદ્રઢીકરણ’ થીમ આધારિત આ કોન્ફરન્સમાં સીમાડાઓને વિસરાવીને સહિયારા જ્ઞાન અને ડેટા આધારિત સંકલિત પગલાં પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કોન્ફરન્સની શરૂઆત ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજની સંગીતમય પ્રસ્તુતિથી થઈ હતી. યજમાનપદેથી પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં વનતારાના ઈઊઘ વિવાન કરાણીએ જાહેરાત કરી હતી કે તમામ ઊઅછઅણઅ સભ્યોને એક વર્ષ માટે ‘અગઝણ સોફ્ટવેર પ્લેટફોર્મ’ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. ‘ANTZ’ એ ઝુઓલોજિકલ સંસ્થાઓના વ્યવસ્થાપન માટેનું એક સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ છે, જે ‘ઓપન ડેટા એક્સચેન્જ’ દ્વારા સભ્યોને પારસ્પરિક માહિતીની આપ-લેની સુવિધા પૂરી પાડે છે.
- Advertisement -
ચાર દિવસીય આ પરિષદ દરમિયાન રશિયાના જંગલોથી લઈને આર્ક્ટિકના બરફ સુધીના ક્ષેત્રો માટે અમુર વાઘ, ઓરિએન્ટલ સ્ટોર્ક, બ્લેકિસ્ટન્સ ઇગલ-આઉલ અને ગ્રેટ બસ્ટાર્ડ જેવા પ્રાણીઓના સંરક્ષણ માટેના સરહદપારના કાર્યક્રમો પર વ્યાપક ચર્ચાઓ થઈ હતી. ગ્લોબલ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પશુ કલ્યાણ, કટોકટી વ્યવસ્થાપન અને વેટરનરી ક્ષમતા નિર્માણ પર મહત્વપૂર્ણ સેશન્સ યોજાયા હતા. પદ્મશ્રી ડો. કે. કે. શર્માએ માનવ-વન્યજીવ સંઘર્ષ પર અને મોસ્કો ઝૂના ચીફ વેટરનરી અધિકારીએ પોલાર બેયરની સંરક્ષણ કામગીરી પર પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ કોન્ફરન્સમાં ‘ઈન્ડિયન ઝૂ યર બુક, વોલ્યુમ ૧૧, ૨૦૨૬’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. ૨૯ ઓક્ટોબરના રોજ યોજાયેલા સમાપન સમારોહમાં વનતારા દ્વારા વન્યજીવ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ છ મહાનુભાવો – સુશ્રી સ્વેત્લાના અકુલોવા, રેને ફ્રેનેક, અઝેર હુસેનોવ, એસ. સી. શર્મા, ડો. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલને ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. અંતે આગામી વર્ષ ૨૦૨૭ના યજમાનને EARAZAનો સોંપવાની ઔપચારિક વિધિ સાથે આ ભવ્ય વૈશ્વિક મહોત્સવનું સફળ સમાપન થયું હતું.




