વિરોધ પક્ષને પોતાના વિચારો રજૂ કરવાની અને સત્તાધીશોને પ્રશ્નો પૂછવાની તક મળવી એ લોકશાહી વ્યવસ્થાનો ભાગ છે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ગુલાબનાં ફૂલો અને સૂતરની આંટી સાથે વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે અટકાવ્યા
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે યોજાયેલી રેલી સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ અનોખી રીતે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગુલાબનાં ફૂલો તથા સૂતરની આંટી સાથે ભાજપના આગેવાનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતાં શાંતિપૂર્ણ વિરોધ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અંગે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપ ‘લોકશાહી બચાવો’ના નારા સાથે રેલી યોજી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે ગુલાબનાં ફૂલો અને સૂતરની આંટી દ્વારા શાંતિ, સંવાદ અને લોકશાહીના મૂલ્યોનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસનો કાર્યક્રમ અશાંતિ ફેલાવવા માટે નહીં, પરંતુ પ્રતીકાત્મક રીતે વિરોધ વ્યક્ત કરવા માટે હતો. તેમ છતાં કાર્યકરોને અટકાવવામાં આવ્યા અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ડૉ. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી માત્ર ચૂંટણી અને રાજકીય રેલીઓ પૂરતી મર્યાદિત નથી. વિરોધ પક્ષને પોતાના વિચારો રજૂ કરવાની અને સત્તાધીશોને પ્રશ્નો પૂછવાની તક મળવી પણ લોકશાહી વ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. શાંતિપૂર્ણ વિરોધને અવરોધવામાં આવે તો સામાન્ય નાગરિકો પોતાના પ્રશ્નો કેવી રીતે રજૂ કરશે, તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખે રાજકોટના સ્થાનિક પ્રશ્નોનો ઉલ્લેખ કરતાં પીવાના પાણીની સમસ્યા, રસ્તાઓ પરના ખાડા, ગંદકી, કાયદો-વ્યવસ્થા, મોંઘવારી, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અને યુવાનોના રોજગાર જેવા મુદ્દે સરકાર પાસે જવાબદારીપૂર્વક કામગીરીની માગ કરી હતી. તેમના મતે, રાજકીય પ્રચારની સાથે જનતાની સમસ્યાઓના ઉકેલને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. મતચોરીના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ, મતદાતાના અધિકારોનું રક્ષણ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સહિતના મુદ્દે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ, તેવી માગ તેમણે કરી હતી. અંતમાં ડૉ. જાડેજાએ જણાવ્યું હતું કે, લોકશાહી કોઈ એક રાજકીય પક્ષની મિલકત નથી, પરંતુ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ લોકશાહી મૂલ્યો, મતાધિકાર અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં ડો. રાજદીપ સિંહ જાડેજાની આગેવાની હેઠળ ડી.પી મકવાણા, સંજય અજુડિયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા,દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગેરૈયા, અર્જુનભાઈ ચૌહાણ, ઈબ્રાહિમ ભાઈ સોરા,નીતિન ભંડેરી, વૈશાલી શીંદે, હાજી ભાઈ ઓડિયા,આદિત્યસિંહ ગોહિલ, જયદીપ મયાત્રા, રવિ જીતીયા, હરપાલસિંહ જાડેજા, મુકુંદ ટાંક, મેહુલ મકવાણા,ગૌરવ ખીમસુરીયા, દીપ ભંડેરી ભાગ્યરાજસિંહ વાળા નરેન્દ્ર પટેલ, કનકસિંહ જાડેજા,અજિત વાંક, કરીના કુરેશી નૈનાબા જાડેજા હેમાંગી ની બેન, દીપુ રવિયા,મહિપાલ ચૌહાણ, સુનિલભાઈ ભગત,દીપેન ભગદેવ, અક્ષાંશ ગોસ્વામી યજ્ઞેશ દવે,ધવલ રાઠોડ, ભાવેશ વાઘેલા આર્યન કુરેશી ફેનીલ વોરા, જલ્પેશ વાઘેલા સિકંદર ભાઈ ડાકોર શૈલેષભાઈ સાકરીયા સુરેશભાઈ ગારીયા હસુભાઈ ગોસ્વામી, કિશનભાઇ ગોંડલીયા હાર્દિકભાઈ પટેલ મયુર શાહ અલ્તાપ ભાઈ,ભગીરથસિંહ વાળા, મન ખાચરિયા અનિરુદ્ધભાઈ અભય પરમાર શ્યામ સિદ્ધપરા તીર્થ કથીરીયા, શ્યામ ડોબરીયા, યોગ ચાવડીયા, આયુષ વૈષ્ણવ, હર્ષરાજ રાઠોડ, યશ રાઠોડ, ભાવિન પરમાર, રવિ પરમાર, હેમંગ ડોબરીયા, દેવ ચાવડા, જય આહીર, નીરજ, પાર્થ, અક્ષય ચૌહાણ, જ્યોત રાઠોડ, સુમન નાગોરી, બંસલ કાકડીયા, મીત માથુકિયા, પ્રિન્સ મકવાણા અને તુષાર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




