લૉરેન્સ ગેંગની આમિર ખાનને ખુલ્લી ધમકી
ટાઇગર પહેલાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ જ નિશાના પર હતો, એક મહિના સુધી આમિરના ઘરની રેકી કરી
- Advertisement -
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગ મામલે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ એટલે કે આમિર ખાનને ખુલ્લી ધમકી આપી છે. ગૌરી સ્પ્રેટ સાથેના ત્રીજા લગ્ન મામલે લોરેન્સ ગેંગે કહ્યું છે કે, ‘લવ જેહાદના નામે આ જે અમારી સંસ્કૃતિની રી સંસ્કૃતિની વિરુદ્ધ, અમારા દેશમાં આમિર ખાન જેવા લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ કૃત્યને અમે જરાય સહન નહીં કરીએ અને
તેનો બહુ જલ્દી જવાબ આપીશું. ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, બિશ્નોઈ ગેંગના શૂટર્સ એક મહિના સુધી મુંબઈમાં હતા. તેઓ આમિર ખાનને નિશાનો બનાવવા માંગતા હતા. તેમણે એક મહિનો મુંબઈમાં રહીને સુપરસ્ટારના ઘરની રેકી કરી હતી. રેકી દરમિયાન આરોપીઓને જાણવા મળ્યું કે, આમિર ખાન મોટાભાગનો સમય કાં તો ફિલ્મોની શૂટિંગ માટે સેટ પર રહેતો હોય છે, કાં તો પોતાના ઘરથી બહાર નીકળતો જ નથી. આમિર ખાનની ઘરની બહાર ન નીકળવાની એક ટેવના કારણે તે શૂટર્સના નિશાનથી બચી ગયો.
ટાઇસન બિશ્નોઈ અને આરઝુ બિશ્નોઈના નામથી બનેલા એક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે, ‘હું આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ ગેંગ ગેંગ ગ્રુપ) આ જે અમારી સંસ્કૃતિની વિરુદ્ધ અમારા દેશમાં લવ જેહાદના નામ પર આમિર ખાન જેવા લોકો આને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ કૃત્યને સહન નહીં કરીએ અને આનો જવાબ બહુ જલ્દી તેને આપી દેવામાં આવશે. આ વસ્તુ અમારા સનાતન ધર્મમાં અને દેશની વિરુદ્ધ છે. અમારું અમારા ભાઈ-બહેનો અને દેશ વાસીઓને વચન છે કે જે પણ આ ઘટિયા હરકતોને પ્રોત્સાહન આપશે, તેને અમે પોતાની રીતે જવાબ આપીશું. આ જે સ્ટારડમના નામ પર વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેના અમે શ્વાસ દબાવી દઈશું.’
જુલાઈમાં પણ આમિર ખાનને ધમકી આપી હતી
જુલાઈ મહિનામાં આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથેના લગ્ન બાદ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક્ટરને ધમકી આપી હતી. ‘આજ તક’ના રિપોર્ટ અનુસાર, લોરેન્સ ગેંગ તરફથી એક પત્ર અને ઓડિયો નોટ જાહેર કરવામાં આવ્યો હતો. પત્ર આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામથી આપવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘જેઓ આપણા દેશની સંસ્કૃતિ વિરુદ્ધ, આપણા દેશમાં લવ જેહાદના નામે આમિર ખાન જેવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, અમે તેમને સહન નહીં કરીએ.’ ગેંગ તરફથી લખવામાં આવ્યું છે કે, ‘જલદી જ તેનો જવાબ આપવામાં આવશે. આ દેશ અને સંસ્કૃતિ વિરુદ્ધ છે, જે કોઈ પણ તેનું સમર્થન કરશે, તેને જલદી જ ગેંગ તરફથી જવાબ મળશે.’




