સત્તાથી અલિપ્ત, સહજતા અને સ્મિત જેની ઓળખ બની ચુકી છે સખાવતની વહેતી સરવાણી, સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજના પુત્ર મૌલેશભાઈ ઉકાણી સંપત્તિને સાર્થકતા આપતા વિરલ વ્યકિતત્વ એટલેઃ મૌલેશભાઈ ઉકાણી
કડવા પાટીદાર સમાજની પ્રમુખ સંસ્થાઓને નેતૃત્વ પુરૂ પાડનાર, દરેક સમાજના હિતેચ્છુ મૌલેશભાઈ ઉકાણીનો 64માં મંગલ પ્રવેશ
- Advertisement -
મનુષ્ય પાસે અજીર્ત સંપતિ બે સ્વરૂપે આવે છે. એક કમાણી (પૈસા) સ્વરૂપે જેનાથી માણસ સુખ સુવિધા ખરીદે છે અને જીવનપર્યત ધન એકત્ર કરવામાં રાચે છે, જયારે બીજી શુભલક્ષ્મી સ્વરૂપે જે પોતાની સાથે સમુધ્ધિ તો લાવે જ છે પણ તેથી મૂલ્યવાન જીવનભરનો સંતોષ, સાર્થકતા ભેગુ કરવા કરતા વહેંચ્યાનો આનંદ માણસની ભીતર આકાર લે છે. પોતાની સંપત્તિથી બીજાના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય કરે છે. આવી જ શુભલક્ષ્મીના કૃપાપાત્ર એટલે મૌલેશભાઈ ઉકાણી તેમના વ્યકિતત્વને સમજવા માટે તેમની સફળતા નહી અંતરની સંવેદનાનો હિસાબ સમજવો પડે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ જેના પગ જમીન સાથે એજ મજબુતાઇથી જોડાયેલા રહે એજ સાચી સિદ્ધિ, બુદ્ધિ, પરીશ્રમ થકી માણસ સંપત્તિ અને સામ્રાજ્ય ઉભું કરી શકે પરંતુ મનની નિર્મળતા, ચહેરા પણ સ્મિત, અને હૃદયમાં બીજાના દુઃખને અનુભવાની લાગણી તો સંસ્કાર થકી જ જન્મે, સંસ્કાર માણસને સફળ નહી સાર્થક બનાવે છે. મૌલેશભાઈના વ્યકિતત્વમાં આ સાર્થકતાની અનુભૂતિ થાય છે.
વાનપ્રસ્થાશ્રમની પરિપકવતામાં પણ બાળકની ર્નિદોષતા, વર્તનમાં સહજતા, સમાજીક પ્રતિષ્ઠાનો મદ છોડી દરેક માણસને આત્મીયતાથી મળવાના ગુણો તેમની વર્ષોની જીવનસાધનામાંથી ખીલેલા છે. મૌલેશભાઈ નું નામ આવે એટલે સૌપ્રથમ તો તેનો જય દ્રારકાધીશ ના મીઠા લહેકા વાળો સસ્મિત ચહેરો આંખ સામે તરવળે સામેવાળાને આત્મીયતા અને ઉમળકાભેર મળવું પછી તે કોઇપણ સમાજ કે કોઇપણ વર્ગનો હોય, આ તેમની આગવી ઓળખ…તેમનું થોડી ક્ષણો માટેનું મળવું માણસના દિવસને સુંદર બનાવી શકે છે.
આપણી પાસે રહેલ દવ્ય, સંપત્તિ કે વસ્તુ અન્યને આપવા કે દાન કરવા માટેની સૌ પ્રથમ શરત છે દરેક જીવ પ્રત્યેની કરૂણા અને અંહકાર મૂકત ઉદાર હૃદય, ‘સર્વ સુખાય, સર્વ સન્તુ નિરામયા’ ની અલૌકીક ભાવના અંતરમાં આકાર લે ત્યારે માણસને સમજાય કે પોતાના પરિશ્રમથી ઉભી કરેલી સમૃધ્ધિ માત્ર પોતાના સુખ માટે નથી. સમાજે આપેલી તક, પરિવારના સંસ્કાર, કર્મચારીઓનો પરીશ્રમ, ગ્રાહકોનો વિશ્વાસ અને સમયનો સહયોગ તેમાં હિસ્સેદાર છે. જે માણસને કૃતજ્ઞ બનાવે છે. સમાજ માંથી મેળવેલું સમાજને ને પાછું અર્પણ કરવાની ઉપલબ્ધિ માણસ મેળવે છે. પિતા ડો. ડી.કે. પટેલે વર્ષ ૧૯૬૬ માં માત્ર રૂ. ૧૬ હજારના રોકાણથી શરૂ કરેલી વ્યવસાયીક યાત્રાને મૌલેશભાઇએ વિશાળ વટવૃક્ષ સમાન આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ‘બાનલેબ’ના ઉદ્યોગીક હબ રૂપે પ્રસ્થાપીત કરી છે જે તેમની દુરંદેશી, ગુણવત્તા પ્રત્યે સમાધાન ન કરવાની અડગતા, અને વ્યાપક દૃષ્ટિકોણથી અનેક પરિવારો ને રોજીરોટી આપી વિશાળ સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે.
ભૂખ્યાને ભોજન આપવું એ તેમની તત્કાલ જરૂરીયાતને સંતોષવી છે, પરંતુ માણસ ભૂખ્યો ન રહે સ્વમાનથી કમાઇ શકે એવી તક આપવી એ મૌલેશભાઈ ની માનવતાવાદી દ્રિર્ધદ્રિષ્ટી છે. મૌલેશભાઈ ની સેવાની સખાવત સતત વહેતી રહે છે પછી તે કોરોના કાળમા રેશનકિટ વિતરણ હોય, હરીદ્રારમાં ગરીબોને સાયકલ રીક્ષા હોય, ગામડાઓમાં શાળાઓનું નિર્માણ હોય કે વિવિધ સંસ્થાઓના સમાજપયોગી ઇમારતો નિર્માણ કરવાની હોય.
વિજ્ઞાન જેને ‘હેલ્પર્સ હાઈ કહે છે, તે સાત્ત્વિક આનંદ અને અનોખી માનસિક શાંતિ મૌલેશભાઈ ઉકાણીના ચહેરા પર અહર્નિશ સ્પષ્ટ છલકાય છે. કોઈ જરૂરીયાતમંદની વ્હારે જઈને છૂટા હાથે નિષ્કામ દાન આપવાની તેમની આદત મગજના રિવોર્ડ સેન્ટરને સક્રિય કરી ડોપામાઇનનો સતત સંચાર કરે છે, જેના લીધે તેના મુખારવિંદ પર અદ્ભૂત સંતોષ અને ઉર્જાસભર ખુશીનો કાયમી અહેસાસ જોવા મળે છે. સર્વ સમાજ અને અબોલ પશુઓ પ્રત્યે તેમના હૃદયમાં રહેલી અપાર કરૂણાથી શરીરમાં ‘ઓકિસટોસિન’ એટલે કે લવ હોર્મોનનું પ્રમાણ સદા ઉંચુ રહે છે, જે તેમના વર્તનમાં સહજ આત્મીયતા, ઉંડી સહાનુભૂતિ અને સામેવાળાને પોતાના કરી લેવાની અમીરાત પ્રગટાવે છે. સતત સેવાકાર્યમાં રત રહેવાથી ઝરતું ‘સેરોટોનિન’ તેમના મૂડને સદાય પ્રફલ્લિત, સ્થિર અને પ્રસન્નચિત્ત રાખે છે. પરિણામે સેંકડો વ્યવસાયિક અને સામાજીક જવાદારીઓ વચ્ચે પણ તેઓ ક્યારેય મૂડલેસ, નિસ્તેજ કે તણાવગ્રસ્ત જણાતા નથી. દાનની સરવાણી વહાવી મનને મળતી પરમ તૃપ્તિ શરીરમાં કુદરતી ‘એન્ડોર્ફિન્સ’ મૂકત કરે છે, જે માનસિક થાકને ક્ષણવારમાં ઓગાળી દે છે અને તણાવ વધારતા ‘કોર્ટિસોલ’ હોર્મોનને સાવ ઘટાડી નાખે છે. સામાન્ય લોકો જયારે સુખ ભૌતિક બાબતોમાં શોધે છે, ત્યારે મૌલેશભાઈ અન્યને આપીને ભીતરથી પરમ સુખનો અનુભવ કરે છે.
સાચા વૈષ્ણવજન તરીકેનું સાત્ત્વિક દાન તેમના અંતઃકરણને શુદ્ધ રાખી બ્રાહ્ય આભા મંઢળને અંત્યંત તેજોમય બનાવે છે. ૨૦૦ થી વધુ સંસ્થાઓ અને સેવાયજ્ઞોમાં સતત આપતા રહેવાનો આ ભાવ તેમના મન અને તનને હળવાફલ રાખે છે, જેના કારણે યુવાનોને પણ શરમાવે તેવી તાજગી અને આંખોમાં એક વિશિષ્ટ ચમક સતત ઝળહળે છે. વિજ્ઞાન અને અધ્યાત્મનો આ સંગમ સાબિત કરે છે કે અંતરની ઉદારતા સીધી ચહેરાનું તેજ બનીને ખીલે છે, અને ‘દાન એ જ મારૂ કર્તવ્ય છે’ એવા પવિત્ર ભાવથી જીવતા મૌલેશભાઈનો સદા હસતો ચહેરો એ તેમના અઢળક સત્કર્મોનું સાચું કુદરતી પ્રતિબિંબ છે.
મૌલેશભાઈ ઉકાણીના વિશાળ જનસંપર્ક, નિર્વિવાદ લોકપ્રિયતા અને સક્ષમ નેતૃત્વને ધ્યાને રાખી તેમને અનેક વખત લોકસભા-રાજયસભાના સાંસદ પદની ટીકીટ તેમજ રાજકારણમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળવા માટે મોભાદાર પક્ષો તરફથી રૂબરૂ નિમંત્રણો અને ઓફર્સ મળી ચુક્યા છે.
મોટાભાગના લોકો માટે રાજકીય સત્તા અને પદ આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ મૌલેશભાઇએ હમેશા સત્તાના મોહથી અલિપ્ત રહેવાનું પસંદ કર્યુ છે. તેમનું સ્પષ્ટ માનવુ રહ્યુ છે કે સમાજ અને રાષ્ટ્રનું સાચું કલ્યાણ કોઈ બંધારણીય ખુરશી કે રાજકીય લેબલ વિના પણ કરી શકાય છે. સત્તાની ચમકદમકને બદલે માનવસેવા, સામાજીક ઉત્થાન અને પ્રભુભકિતના માર્ગને વરેલા મૌલેશભાઈ સત્તા કરતાં સેવાને સર્વોપરી ગણીને સાબિત કર્યુ છે કે તેમના જીવનનો એકમાત્ર ધ્યેય ‘પદ’ મેળવવાનો નહી, પણ લોકોના દિલમાં ‘સ્થાન’ બનાવવાનો છે.
દુનિયા બદલવા કંઇક મોટું કરવું જરૂરી નથી, બીજાને મદદ કરવાની શરૂઆત કોઈ એક વ્યકિતની મુશ્કેલી ઓછી કરી, એક બાળકને શિક્ષણ અપાવી, એક પરિવારને આશરો, યુવાનને રોજગારી, વૃધ્ધને જીવનમાં અંતિમ પડાવમા હુંફ મળી તે માટે કરવામાં આવલી મદદની પહેલ પછી તે મદદ પૈસારૂપે, સમયદાન રૂપે, અથવા તો સાંત્વના રૂપે પણ કરી શકાય બીજાને મદદ કરવા પૈસા કે સંપત્તિ નહી ઉદાર હૃદયની જરૂર છે. એમ મૌલેશભાઈ નું સ્પષ્ટ માનવું છે. મૌલેશભાઈનું સમગ્ર અસ્તિત્વ દ્વારકાધીશ સાથે જોડાય ગયુ છે.
અંતઃ કરણમાં કૃષ્ણત્વને પામી ગયેલા શ્રી કૃષ્ણનો ઉપદેશ તેમના જીવનદર્શનનો મહત્વનું અંગ બની ગયુ છે. પોતાના કર્તવ્યથી ભાગવું નહી, કર્મ કરવું, નિષ્ઠાથી નિભાવવું, અહંકારને કર્મનો માલીક ન બનવા દેવો વિન્રમ બની ઇશ્વરની કૃપાનો સહજ સ્વીકાર કરવો એ તેમની મહાનતા ને સહ્ય અને સુંદર બનાવે છે. શ્રીનાથજીની ધ્વજાજીની રાજકોટના આંગણે લાવી ઇશ્વરીયામ ભવ્ય વૃંદાવનધામને સૌકૃષ્ણભકતો માટે ખુલ્લો મુકવાનો પ્રસંગ તેમની શ્રધ્ધાને સામૂહિક આનંદ સાથે જાડે છે. દ્વારકાના જગતમંદિરની વહીવટી સમિતિમાં ટ્રસ્ટી, સિદસર ઉમિયાધામના પ્રમુખ, ઉંઝા સહીત અનેક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાય તેમની સામાજીક જવાબદારીનું વહન કરી રહયા છે. કોઈ ઓળખાણના ભાર વગર જેને સહજતાની મળી શકાય, લાબું જીવન નહી, સાર્થક જીવન જીવનાર મૌલેશભાઈ ૬૪ માં વર્ષમાં પ્રવેશના પ્રસંગે તેમનો જીવનનો સૌથી સુંદર દ્રષ્ટિકોણ કદાચ આજ છે કે અત્યાર સુધી મેળવેલ સિદ્ધીઓ હવે કેટાલ વધુ જીવનને સ્પર્શી શકે? તેમના અનુભવનો પ્રકાશ નવી પેઢીને રાહ ચિંધી શકે અજીર્ત સંપત્તિની શકિતથી નવી તકો ઉભી કરી લોકોના જીવનમાં આશા નું કિરણ બની શકાય એજ તેમના જીવવનું ખરૂ મૂલ્યાંકન છે. તેઓને જન્મદિવસની શુભેચ્છા આપતા હૃદયપૂર્વક દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તેમના ચહેરાનું સ્મિત અવિરત રહે, કર્મશીલતા લોકોને પ્રેરણા આપતી રહે તેમની સખાવતથી સમાજમાં આશાના અનેક દિપ પ્રગટતા રહે તેઓને દિધાર્યુ, સુખી સ્વસ્થજીવની અનંત મંગલકામનાઓ.




