રાજકોટના સંસ્કૃતિના સુર સાથે ટેકનોલાજીનો સમન્વય
કલબ યુવી દાંડિયામાં રોબોટે ખેલૈયાઓ અને ગાયક કલાકારો સાથે ગરબા રમ્યા
- Advertisement -
સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો હતો. રાજકોટના કડવા પાટીદાર સમાજના આયોજન ક્લ્બ UV નવરાત્રિ મહોત્સવમાં પૃથ્વી નામનો રોબોટ ખેલૈયાઓની સાથે ગરબા રમતો નજરે પડ્યો હતો. પૃથ્વી નામનો રોબોટ મંગળવારે રાત્રે એટલે કે ત્રીજા નોરતા દરમિયાન ગરબે ઘૂમ્યો હતો, એ જ રીતે આજે ચોથા નોરતે એટલે કે બુધવારે રાત્રે પણ રાજકોટના ખેલૈયાઓ સાથે ક્લ્બ UV નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમતો જોવા મળશે. ત્રીજા નોરતે રાજકોટમાં આયોજિત ક્લ્બ યુવી નવરાત્રિ મહોત્સવમાં જેને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું એ છે પૃથ્વી. એ કોઈ માનવી નથી પરંતુ પૃથ્વી નામનો રોબોટ છે જે માનવની જેમ જ ચાલતો, તાળી પાડતો અને ગરબાના સ્ટેપ લેતો નજરે પડ્યો હતો.
દર વર્ષે નવું કરવાની નેમ સાથે આયોજન કરતા ક્લ્બ યુવી નવરાત્રિ મહોત્સવના આયોજકોએ આ વર્ષે પોતાના ખેલૈયાઓને એક સરપ્રાઈઝ આપતા ત્રીજા નોરતાની રાત્રે 10 વાગ્યે પૃથ્વી નામના રોબોટને પ્રથમ સ્ટેજ ઉપર રજૂ કર્યો હતો. જ્યાં તે ગાયક કલાકારો સાથે ગરબે ઘૂમતો નજરે પડ્યો હતો. આ પછી મેદાનમાં અલગ સ્ટેજ બનાવી તેને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને બાદમાં ક્લ્બ યુવીના ખેલૈયાઓ વચ્ચે પણ આ રોબોટ પૃથ્વી ગરબા રમતો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો જોઈ સૌકોઈ આશ્ચર્ય ચકિત જરૂર થઇ ગયા હતા અને રોબોટને રમતો જોઈ પોતાના કેમેરામાં આ ક્ષણને કેપ્ચર કરી યાદગાર મુવમેન્ટ બનાવતા નજરે પડ્યા હતા. કલબ યુવીના બિપીનભાઈ બેરાએ જણાવ્યુ હતુ કે સંસ્કૃતિના સુર સાથે ટેકનોલોજીના સથવારે કલબ યુવીના આંગણે કલ્ચર અને ફયુચરનો અનોખો સમન્વય યોજાવાનો પ્રયત્ન કલબ યુવી દ્રારા પ્રથમવાર થયો છે.
લબ યુવીના ત્રીજા નોરતે યજમાન તરીકે પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઇ અમૃતીયા, ઓધવજીભાઈ ભોરણીયા, ગીરીશભાઈ ચારોલા, જલગંગા પમ્પસના મનસુખભાઈ વીરપીરયા, શિલ્પ સિરામીકના જયેશભાઈ અમૃતીયા, સન ફોર્જના રાજુભાઈ કાલરીયા, એસીપી પશ્ચીમ ઝોનના ચૌધરી સર, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભરતભાઈ શિંગાળા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, ઉમિયા પદયાત્રીકના વિનુભાઈ મણવર, માનવસેવા ટ્રસ્ટના મુકેશભાઈ મેરજા, સહીતના એ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર સતીષકુમાર ગોયલ, કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ ડો. સુનીલ કે. ગૌતમ, જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેકસ ના અનાદિ દીક્ષીત, પ્રજ્ઞેશ રાઉત સહીતના અધિકારીઓ કલબ યુવીના મહેમાન બન્યા હતા. ગાંઠીલા મંદિરના પ્રમુખ નીલેશભાઈ ધુલેશીયા, સ્મિતભાઈ કનેરીયા, અગ્રણી બિલ્ડર મુળજીભાઈ ભીમાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો મહેશભાઈ પીપળીયા, રક્ષિત કલોલા તથા વોર્ડ નં. ૧૧ ભાજપ ટીમ કલબ યુવીની મહેમાન બની હતી.
- Advertisement -
કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવ માં ત્રીજા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ શ્રેયા ધીંગાણી, ઘેટીયા ધારા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ડેડકીયા શ્રેય, કડીવાર હાર્દ ચિલ્ડ્રન પ્રિન્સેસ ધ્યાના આડોદરીયા, દિવા મેંદપરા, ચિલ્ડ્રન પ્રિન્સ કાલાવડીયા ભાગ્યેશ, હીત કલોલા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ અરણીયા આયુષી, કાજલ કોરડીયા, ગાર્ગી પટેલ, વેલ ડ્રેસ પ્રિન્સ પાણ હસ્તીન, મન હરણીયા, કાથરોટીયા હાર્દિક પ્રિન્સેસ તરીકે ઘેટીયા સીતાપરા હીતાર્થી, બરાણીયા ભક્તિ, ખુશી કનેરીયા, પ્રિન્સ તરીકે લોદરીયા રોનક, કણસાગરા સુદીપ, હીંગરાજીયા સાહીલ વિજેતા બન્યા હતા.
કલબ યુવીના ત્રીજા નોરતે વિજેતા ખેલૈયાઓને શિલ્પન ગ્રુપના ભરતભાઇ ડઢાણીયા તથા ભાવીતાબેન, શ્યામલ ગ્રુપના શૈલેષભાઈ ભાલોડીયા તથા રીનાબેન, અશ્વિનભાઇ શેરઠીયા તથા રેખાબેન, સ્વયંમ્ બિલ્ડર્સના વિજયભાઈ મકવાણા તથા રીનાબેન, ગેટ વે ગ્રુપના ચંદ્રેશભાઈ શીરા તથા ઉષાબેન, અશ્વિનભાઇ દેસાઇ, કલબ યુવીના વિજયભાઈ ડઢાણીયા તથા વૈશાલીબેન તથા કલબ યુવીના કમિટી મેમ્બરો દ્રારા વિજેતા ખલૈયાઓને ઇનામો અપાયા હતા.




