સહિયરમાં વૃંદાવન જેવું વાતાવરણ સર્જાયું
આજે ચોથા નોરતે રેડ–બ્લેક થીમ નક્કી કરાઇ છે
- Advertisement -
સહિયર કલબના ૨૬મા વરસે ફરી એકવાર સફળતાનો રંગ નીખરી રહ્યો છે. વિશાળ પટાંગણમાં રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી રહ્યા છે. સહિયરમાં સૌથી લોકપ્રિય ગાયકો ગરબાનો રાજા રાહુલ મહેતા, લોક ગાયિકા પુનમ ગોંડલીયા એ ગીતોના માધ્યમથી વૃંદાવન ઉભુ કર્યું હતું. જેના તાલે ખેલૈયાઓ ઉડી ઉડીને રમે છે તેવા સીનીયર રીધમીસ્ટ હિતેશભાઈ ઢાંકેચા દ્વારા લોક ગીતને એક નવી રીધમ પેટર્નથી સજાવાય છે. સ્વ. ભરતભાઈ ઢાંકેચાના પુત્ર હિતેશભાઈ અને પૌત્ર દર્શન ઢાંકેચા એટલે કે આ પરિવારની ત્રણ પેઢીનો સહીયર સાથે નાતો છે. સમગ્ર ગુજરાતમાં ‘ઉડે તો જહા કચ્છી પેટર્ન’ બનાવનાર હિતેશ ઢાંકેચા દર વર્ષે નવી રીધમ પેટર્ન બનાવવા માટે જાણીતા છે. આનંદ અને ગૌરવ થાય કે સહિયરની રીધમ – મ્યુઝીક ટયુન આખા ગુજરાતના કલાકારો પછીથી વગાડે છે. સહિયરના જમા પાસુ હિતેશ ઢાંકેચા મજબુત તાલ સંચાલન કરી રહ્યા છે. જેનું સમગ્ર નિયોજન જીલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રવિરાજસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, સુશીલભાઈ ફીચડીયા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, સ્વ. રૂપેશભાઈ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, રાહુલસિંહ ઝાલા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, રવિભાઈ આડેસરા, ભરતભાઈ વ્યાસ, અભિષેકભાઈ અઢીયા, સંજયભાઈ ઘાડીયા, જતીન આડેસરા, જેન્તીભાઈ ઝાલા, શૈલેષભાઈ ખખ્ખર, ધર્મેશભાઈ રામાણી, મીત વેડીયા, અભિષેકભાઈ શુકલ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડયા આયોજકો સહિયરનું ભરચક્ક ગ્રાઉન્ડ જોઈને ખુશાલી વ્યકત કરી રહ્યા છે.
સહિયરના મહેમાન તરીકે વિજયગુરૂજી (ગજાનન આશ્રમ), મામા સરકાર, રાજભા ચુડાસમા, રૂપલબેન ચુડાસમા, એ.સી.પી. બી.વી. જાદવ, કોર્પોરેટર ધનશ્યામભાઈ હેરભા, જયરાજસિંહ જાડેજા, સેજલબેન ચૌધરી, આહીર સમાજના આગેવાન શૈલેષભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતાઓને નિર્ણાયકો સર્વ અભિષેકભાઈ શુકલા, હેતલબેન શુકલા, ચંદુભા પરમાર, ઉદયભાઈ લાલસેતા, કૌશલભાઈ બુંદેલા, હાર્દિકભાઈ પરમાર, રાજેશભાઈ ડાંગર, ધર્મેશભાઈ પંડયા, મિલનભાઈ દેસાઈ, મનદીપ ડઢાણીયા,
કેવિન ફળદુ, રીઘમ સભાયા, મનન ફાસરા, અજય સોલંકી, કરન ગજજર, મનસુખભાઈ ડોડીયા, એકસ–આર્મીમેન મયુરસિંહ ગોહીલ, હાર્દિકસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, દિવ્યેશ વાઘેલા, રાજેશભાઈ ઢોલરીયા, હાર્દિકભાઈ નાગ્રેચા, વિશાલ ગજજર, કિશન પિત્રોડા, યશરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે ઈનામો અપાયા. વૃંદાવન રાસમાં રાધે–માધેની જોડી સમા પરિધાનમાં સજજ ખેલૈયા નેહા ગોડલીયા તથા પુનમ ધંધુકીયાને સહિયરના મુખ્ય આયોજક સુરેન્દ્રસિંહ વાળા તથા ચંદુભા પરમારના હસ્તે વિશેષ સન્માન અપાયુ હતું.




