ઇઝરાયલના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી, ફ્લાઇદુબઈ ફ્લાઇટમાં પાઇલટે 174 લોકોના જીવ બચાવ્યા હતા
ફ્લાયદુબઈ પ્લેનના કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર ઓમાની કો-પાઈલટ હમ્મામ અલ-હમ્મામીએ કુહાડી વડે હુમલો કરી દીધો હતો, જેનો સ્મિત મચ્છરે મક્કમતાથી સામનો કર્યો અને ૧૭૪ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવ્યો હતો. તેમને ઈઝરાયલનો “પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’ મળશે. આ નાગરિકો માટે દેશનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. ગંભીર રીતે ઘાયલ થવા અને ખૂબ જ લોહી વહી જવા છતાં, ભારતીય પાઇલટે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. તેમની આ હિંમતના કારણે વિમાનના મુસાફરો કોકપિટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબૂમાં કરી શક્યા. ભારતીય પાયલટ સ્મિત મચ્છરની સારવાર UAEની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે જણાવ્યું કે ભારતીય પાઇલટ સાજા થઈ ગયા પછી તેમને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે. તેમણે કહ્યું, “આજે અમે જે ઇઝરાયલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ, તેમની સાથે જ અમે ભારતના કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી અને સંપૂર્ણપણે સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ. કેપ્ટન મચ્છરની અસાધારણ બહાદુરી અને શાનદાર પ્રોફેશનલિઝમે એક મોટી દૂર્ઘટના ટાળવામાં મદદ કરી. જ્યારે તેઓ સાજા થઈ જશે, ત્યારે ઇઝરાયલના લોકો વતી તેમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હિરોઈઝમ’થી સન્માનિત કરવા મારા માટે ગૌરવની વાત હશે.’




