મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરાત
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદીના નામથી ઓળખાશે. સીએમ યોગીએ શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું- હવે જેવર એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. યુપી કેબિનેટની બેઠકમાં આ સંબંધિત પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી પહેલી રેપિડ રેલનું નામ પણ નમો ટ્રેન રાખવામાં આવ્યું છે અને સિલવાલા સ્થિત મેડિકલ કોલેજનું નામ પણ નમો મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-૧નું ઉદઘાટન કર્યું હતું. એરપોર્ટના પ્રથમ તબક્કામાં ૩૩૦૦ એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે. અહીંથી દર વર્ષે લગભગ ૧.૨ કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શુક્રવારે સવારે ૧૧ વાગ્યે સીએમ યોગીની અધ્યક્ષતામાં યુપી કેબિનેટની બેઠક યોજાઈ. ત્યારબાદ યોગીએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી. ૩ વર્ષમાં આ પ્રથમ તક હતી, જ્યારે મંત્રિપરિષદની બેઠક બાદ સીએમ મીડિયા સામે આવ્યા. તેમણે કહ્યું- પીએમ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું- પીએમ મોદી અને યુપીનો સંબંધ આત્મીય છે, જે સતત ગાઢ બન્યો છે. તેમણે યુપીના વિકાસને પ્રાથમિકતા આપી. તેના પરિણામે રાજ્ય ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પીએમએ રાષ્ટ્રનિર્માણને પોતાનું ધ્યેય બનાવ્યું અને ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી.
ઈખ યોગીએ કહ્યું કે છેલ્લાં ૯ વર્ષમાં ગડના અર્થતંત્રમાં મોટો ઉછાળો આવ્યો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. દેવામાફી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપરાંત શેરડીના ખેડૂતોને ૧૪ દિવસની અંદર ચૂકવણીનો લાભ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૭ પહેલા ઉત્તર પ્રદેશ વહીવટી અસ્થિરતા, સામાન્ય જનતામાં અસુરક્ષાની ભાવના અને પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યું હતું. વડાપ્રધાનની દૂરદર્શિતામાંથી પ્રેરણા લઈને રાજ્યએ શાસનની નવી કાર્યસંસ્કૃતિ અપનાવી છે. જેના પરિણામે સુશાસન, મજબૂત કાયદો અને વ્યવસ્થા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉત્તર પ્રદેશની ઓળખ બનીને ઉભર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય તથા સંયુક્ત પ્રયાસોથી રાજ્ય વિકાસના નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.




