By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    32 minutes ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    40 minutes ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    17 minutes ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    23 minutes ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    27 minutes ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    36 minutes ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
CRIME

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

Khaskhabar Editor
Last updated: 2026/09/15 at 1:05 PM
Khaskhabar Editor 2 hours ago
Share
12 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

10ઃ03 વાગ્યે મલેમાં ઈ-મેઈલમાં લખ્યું છે ” ગુજરાત પણ ખાલીસ્તાન જિંદાબાદ બોલશે “

- Advertisement -

કોર્ટ અને બાર એસો.ના ઓફિશિયલ એડ્રેસ પર આવ્યા મેઈલ : પોલીસ દ્વારા તપાસ તેજ

બબ્બર ખાલસાના ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ મેઈલ મળતા ખળભળાટ મચી ગયો હતો છે આજે સવારે 10ઃ03 વાગ્યે ઈ-મેઈલ મળતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ વખતે કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ સાથે રાજકોટ બાર એસો.ના ઈ-મેઈલ એડ્રેસ ઉપર પણ આ મેઈલ મળતા કોર્ટ પરિસર ખાતે પોલીસની ટુકડીઓ દોડી ગઈ હતી કોર્ટની કામગીરી શરૂ થાય એ પહેલા જ આ મેઈલ મળ્યો હતો.આ મેઈલમાં વાડીનાર પોર્ટથી નયારા રીફાઈનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ છે. જેથી માહિતી સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરાતા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. આ ઉપરાંત ઈ-મેઈલમાં મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની પણ ધમકી અપાઈ છે. ફરી એક વાર આજે સવારે રાજકોટની કોર્ટને ડ્રોન હુમલો કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે આ ઈમેલ આજે સવારે 10ઃ03 મિનિટે રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટના ઓફિસિયલ યળફશહ એડ્રેસ તેમજ રાજકોટ બાર એસોસિએશનના સત્તાવાર ઈમેલ એડ્રેસ ઉપર મળ્યો હતો. જેમાં લખાયું છે કે, ગુજરાત પણ ખાલીસ્તાન જિંદાબાદ બોલશે.રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બોમ્બ બ્લાસ્ટ બપોરે 3ઃ11 વાગ્યે થશે. હિન્દુસ્તાનની મોદી – શાહ સરકારને ખતમ કરવા ડ્રોનથી હુમલો કરાશે. વાડીનાર બંદરથી ન્યારા રાઇફાઇનરી અને સિક્કા બંદરથી જામનગર સુધી ડ્રોન ધમાકા થશે. વર્લ્ડ ફોરમ મહાત્મા મંદિર સેન્ટર ખાતે પણ આઇફોન બેટરીમાંથી બોમ્બે ધમાકા થશે. જે 15 – 16 સપ્ટેમ્બર 4ઃ11 કલાકે થશે. ખાલિસ્તાનનો ઝંડા પણ આવશે પોર્ટ અને રિફાઇનરીના હુમલા માટે 18 તારીખની ધમકી છે. પંજાબ આઝાદ થશે તેવું લખાણ મેઈલમાં લખાયું છે. મેઈલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બી.કે.આઈ.) સંગઠનના નેતાઓ ગુરનખ સિંહ, રૂકન શાહવાલા, ડો. ગુરનિર્વૈર સિંહ, ખાન રાજદા બબ્બર ખાલસા (પરમાર-કેનેડા), પ્રો. ગુરકાલ સિંહ પીએચડી, ખેમ કરણ, ગુરંગાર સિંહ જંડિયાલા ગુરુ ના નામોનો પણ ઉલ્લેખ છે આ મેઈલ મળતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ કોર્ટના અધિકારીઓને તેમજ પોલીસને જાણ કરી હતી જેથી શહેર પોલીસનો કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

રાવકીમાં નવેક કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ત્રાટકેલી ટોળકી 60 હજારની ચોરી : સાયરન વાગતાં ભાગતા તસ્કરો સીસીટીવીમાં કેદ : લોધિકા પોલીસે તપાસ હાથ ધરી

- Advertisement -

રાજકોટ જિલ્લાના લોધિકાના રાવકી ગામે ચડ્ડી-બનીયાનધારી ટોળકી નવેક કારખાનામાં ત્રાટકતા ફફડાટ મચી જવા પામ્યો છે. લોધિકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટના મવડી ગામની ભોજલરામ સોસાયટીમાં રહેતા અને રાવકીની યોગેશ્વર ઈન્ડસ્ટ્રીઝમાં મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા શૈલેષભાઈ મેઘાણીએ ચોરી અંગે લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા મધરાત્રે ત્રાટકેલી ચડ્ડી— બનીયાનધારી ટોળકીએ ઓફિસમાં રાખેલા 30 હજાર ચોરી લીધા હતા. આ જ રીતે અજંતા એન્જિનિયરીંગ, ઓમ ઈન્ડસ્ટ્રઝી, બીએમ એન્જિનિયરીંગ, રાજ પોલીમર્સ, શ્રીનાથ, મેક્સિસ ઇનોવેશન, જાનવી ઘરઘંટી, બાદંકીતા પંપ અને બીજા કારખાનાઓમાં ત્રાટક્યા હતા. અમુક કારખાનામાંથી રોકડ રકમ મળી હતી. અમુક કારખાનામાંથી કંઈ મળ્યું ન હતું. એકંદરે તમામ કારખાનામાંથી 60 હજારની રોકડ ચોરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. સીસીટીવીમાં માથા પર રૂમાલ, મોઢા પર કાળું કપડું, હાથમાં મોજા, શર્ટ અને તેની નીચે ચડ્ડી પહેરેલા ત્રણેક તસ્કરો કેદ થઈ ગયા છે. એકાદ કારખાનામાં સેન્સરયુક્ત સીસીટીવી કેમેરાને કારણે સાયરન વાગતા ભાગી ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં મામલતદાર કચેરી નજીક ફોર્મ ભરી ગેરમાર્ગે દોરનાર વૃદ્ધ સામે ગુનો : કચેરીના 100 મીટરના દાયરામાં એજન્ટોને પ્રવેશબંધી : જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી મામલતદાર કચેરીના 100 મીટરના દાયરામા પ્રવેશબંધી હોવા છતાં ગેઈટ સામે અરજદારોને અલગ-અલગ ફોર્મ ભરીને પૈસા લઈ ગેરમાર્ગે દોરનાર શખ્સને માલવિયાનગર પોલીસે પકડી લીધો હતો. રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આનંદભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે તે મોટરસાયકલમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ગોંડલ રોડ પર આવેલી મામલતદાર કચેરીના ગેઈટની સામે બેઠેલો શખ્સ કચેરીમાં આવતા અરજદારોને અલગ-અલગ ફોર્મ ભરી રૂપિયા લઈને ગેરમાર્ગે દોરતો હોવાનું જાણવા મળતાં તેની પાસે જઈ પુછપરછ કરતાં પોતે કોઠારીયા રોડ પર રહેતા વેલજીભાઈ જીવરાજભાઈ વારૈયા ઉ.62 હોવાનું જણાવ્યું હતું આરોપી વેલજીભાઈ કચેરીની ૧૦૦ મીટરની અંદર રહી અરજદારોને ગેરમાર્ગે દોરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટની ગોંડલ ચોકડી બ્રિજ પર ફિલ્મી દૃશ્યો સર્જાયા : પૂર્વ પત્નીના પ્રેમીએ પીછો કરી કારને ટ્રક સાથે અથડાવી માર માર્યો : ત્રણ હુમલાખોરો સામે આજી ડેમ પોલીસમાં નોંધાતો ગુનો

ગીર-જૂનાગઢથી પરિવાર સાથે રાજકોટ પરત ફરી રહેલા યુવકની પૂર્વ પત્નીના પ્રેમીએ કારનો રીબડાથી સ્કોર્પિયો કારમાં પીછો કરી ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર કારને બાજુમાંથી દબાવી ટ્રક સાથે અથડાવી દીધી હતી. ત્યારબાદ સ્કોર્પિયો આગળ ઊભી રાખી અજાણ્યા શખ્સે યુવકને કારમાંથી નીચે ઉતારી ઢીકા-પાટુનો માર માર્યો હતો. જાહેરમાં લોકો ભેગા થતાં હુમલાખોર સ્કોર્પિયોમાં બેસી નાસી ગયો હતો. રાજકોટમાં રહેતા વિકીભાઈ અશોકભાઈ ચાવડા ઉ.27એ ઇમરાન ઉર્ફે પપ્પુ, મિલન ઉર્ફે લધિયો અને એક અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 6 સપ્ટેમ્બરની રાત્રે આશરે 2 વાગ્યે વિકીભાઈ પત્ની જલ્પાબેન, નાના ભાઈ વિવેક અને સંબંધી જયનાબેન સાથે સ્વિફ્ટમાં રાજકોટ આવી રહ્યા હતા. રીબડાથી સ્કોર્પિયો પીછો કરતી હતી. ગોંડલ ચોકડીના ઓવરબ્રિજ ૫૨ સ્કોર્પિયો ચાલક મિલન ઉર્ફે લધિયાએ સ્વિફ્ટને દબાવતા કાર ટ્રક સાથે અથડાઈ ડિવાઇડર સાથે ભટકાઈ હતી. બાદમાં અજાણ્યા શખ્સે વિકીભાઈને માર માર્યો હતો. વિકીભાઈએ દોઢ વર્ષ પહેલાં સપના વાઘેલાને છૂટાછેડા આપ્યા હતા. સપના અને ઈમરાન વચ્ચે પ્રેમસંબંધ હોવાથી બંને સાથે રહેતા હતા. આ બાબતનો ખાર રાખી અગાઉ પણ બંનેએવિકીભાઈ સાથે માથાકૂટ કરી હતી. આજી ડેમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં લોન પાસ કરાવી આપવાના બહાને 3.90 લાખની ઠગાઈ : ગોલ્ડ છોડાવાની લાલચ આપી રોકડ, 73 ગ્રામ સોનું હજમ કરી ગયો

શહેરના શીતલ પાર્ક પાસે આવેલી સુખદેવ ટાઉનશિપમાં રહેતા સિદ્ધરાજ પ્રકાશભાઈ સોલંકીએ બસ સ્ટેન્ડ નજીક વિનસ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય જયસુખ સૂચક સામે રૂ.2.60 લાખના સોના અને રૂ.3.90 લાખની રોકડની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ નવ માસ પૂર્વે બહેનના લગ્ન પ્રસંગ માટે મુથૂટ ફાઈનાન્સમાં રૂ.2.60 લાખની કિંમતનું 73.5 ગ્રામ સોનું ગીરવે મૂક્યું હતું. સોનું છોડાવવા માટે રૂ.2.90 લાખની જરૂર હોવાથી તેમણે બનેવીના મારફતે પાર્થ સૂચકનો સંપર્ક કર્યો હતો. પાર્થે તેમના સગા વિજય સૂચક સાથે મુલાકાત કરાવી હતી. વિજયે પોતાની પાસેના નાણાંથી સોનું છોડાવી આપવાની અને મકાન પર હોમ લોન કરાવી આપવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ વિજયે આઈકેએફ ફાઈનાન્સમાંથી ફરિયાદીની માતાના નામે રૂ.12.13 લાખની મોર્ગેજ લોન પાસ કરાવી હતી અને સહીવાળા 10 કોરા ચેક મેળવી લીધા હતા. લોનની રકમ ખાતામાં જમા થતાં ફરિયાદીએ સોનું છોડાવવા અને પ્રોસેસિંગ ફી પેટે રૂ.3.50 લાખ રોકડા વિજયને ચૂકવ્યા હતા. જોકે, વિજયે સોનું પરત ન આપી એક-બે દિવસમાં આપવાનો વાયદો કર્યો હતો. વિજયે તેમનું સોનું અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધું હતું અને વ્યાજ ન ભરતાં તે ગળાવવામાં જઈ રહ્યું હતું. આમ, વિજય સૂચકે કુલ રૂ.3.90 લાખ રોકડા અને રૂ.2.60 લાખનું સોનું પચાવી પાડી ભારે ઠગાઈ આચરી છે. પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

૨૫ વર્ષીય પરિણીતાના ઘરે પરોઢિયે જઈ પરીચીત શખસે પાંચ વખત આચર્યું દુષ્કર્મ : રાજકોટમાં પુત્ર અને પતિને જોઈ લેવાની ધમકી આપી પરિણીતાને બનાવી હવસનો શિકાર

શહેરમાં રહેતી પરિણીતાના પુત્ર અને પતિને જોઈ લેવાની ધમકી આપી પાડોશમાં રહેતા કૌટુંબિક શખસે છેડતી કરી પાંચ વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ૨૫ વર્ષીય પરિણીતાએ પાડોશમાં રહેતા કૌટુંબિક શખસ દલસુખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દલસુખે તેણીના પુત્રને રમાડવાના બહાને વ્હેલી સવારે ઘરમાં ધસી આવી તેણીને શારીરિક અડપલા કર્યા હોય જેથી તેણીએ આવુ ન કરવાનું કહેતા શખસે ઉશ્કેરાઈ જઈ પુત્ર અને પતિને જોઈ લેવાની ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.બાદ અવાર નવાર ચાર-પાંચ વખત ઘરે આવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પતિને વાતચીત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.પીઆઈ કે. કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચાવડાએ દલસુખ સામે દુષ્કર્મ,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

રૈયા ગામમાં વ્હેલી સવારે ગેસ લીકેજથી મકાનમાં લાગી વિકરાળ આગ : સિલિન્ડર તરત ફળીયામાં મૂકી દેતા મોટી ઘટના બનતા સહેજમાં અટકી

રાજકોટના રૈયા ગામમાં આજરોજ વહેલી સવારે એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાના લીધે આગ ભભૂકી ઊઠી હતી જોકે તુરંત જ ગેસનો બાટલો બહાર ફળિયામાં રાખી દીધો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી. ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ રૈયા ગામમાં 50 વરિયા પ્લોટમાં રહેતા લાખાભાઈ ફાંગલીયાના મકાનમાં ગેસના બાટલામાં આગ લાગ્યા અંગે ફાયર બ્રિગેડને વહેલી સવારે 6:53 કલાકે કોલ મળ્યો હતો જેથી રામાપીર ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અહીં આવી જોતા ગેસના બાટલામાં આગ લાગી હોય જેથી ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રૈયા ગામ 50 વારીયા પ્લોટમાં જે મકાનમાં આગ લાગી હતી તે મકાન લાખાભાઈ ફાંગલિયાનું હોવાનું માલુમ પડ્યું છે. લાખાભાઈના મોટાભાઈનું એક માસ પૂર્વે અવસાન થયું હોય આજરોજ તેની વિધિ હોય જેથી પરિવારના સભ્યો વ્હેલી સવારના જાગી ગયા હતા દરમિયાન રસોઈ કરવા જતા ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાના લીધે આગ ભભૂકી ઉઠી હતી. જો કે ગેસનો બાટલો તુરંત જ ફળિયામાં રાખી દઈ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આ ઘટનામાં ઘરમાં મોટું નુકસાન કે જાનહાની થવા પામી નથી.

બેડલા ગામે લીમડાના ઝાડ પર ફાંસો ખાઈ યુવકનો આપઘાત : પરિવારજનો પુત્રને શોધવા નીકળ્યા પરંતુ લટકતી લાશ મળી

રાજકોટની ભાગોળે આવેલ બેડલા ગામની સીમમાં આવેલી વાડીમાં લીમડાના ઝાડમાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે પરિવારજનો જે પુત્રની શોધખોળ કરતા હતા તે પુત્ર લટકતી હાલતમાં મળી આવતા એરપોર્ટ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. બેડલા ગામે રહેતા રણજીત હેમંતભાઈ મકવાણા ઉ.23 નામનો યુવાન સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. મોડી રાત સુધી તેની કોઈ ભાળ ન મળતા શોધખોળ માટે નીકળ્યા હતા શોધખોળ દરમિયાન સીમમાં આવેલી વાડીએ પહોંચતા જ રણજીત વાડીમાં આવેલા લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. દીકરાને આ હાલતમાં જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે કુવાડવા હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે રણજીતના આપઘાતથી દોઢ વર્ષની એક માસૂમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે એરપોર્ટ પોલીસ મથકના એએસઆઈ કે.સી.સોઢાએ બનાવનું સચોટ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

You Might Also Like

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિંસા, શોષણ અને ભેદભાવ સામે બાળકોને મળશે સુરક્ષા : 1098 અને 112 પર મળશે મદદ
Next Article રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?