હેમુ ગઢવી હોલ ખાતે શુભેચ્છા સમારોહ યોજાયો
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મેયર સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા
- Advertisement -
ગણેશોત્સવ પર્વના પ્રારંભ ટાણે રાજકોટ મહાનગરપાલિકા અને સંગઠન દ્વારા પર્યાવરણના જતન અર્થે ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓના ઉપયોગ માટે કરાયેલી અપીલને આવકારી સરગમ ક્લબના સુકાની ગુણવંતભાઈ ડેલાવાળાએ
પોતાના ૭૩મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૫૧ પરિવારોને માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ ભેટ આપી પર્યાવરણ સુરક્ષાનો પ્રેરણાદાયી સંદેશ
આપ્યો હતો.
હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત ભવ્ય શુભેચ્છા સમારોહમાં રાજકીય, સામાજિક અને વેપાર ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગુણવંતભાઈ ડેલાવાળાને દીર્ઘાયુ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના
૫૧ સેવા પ્રકલ્પોની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર ડો. નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ
પીપળીયા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), કિશોર જીવાણી, મુકેશ શેઠ, રમેશ જીવાણી, પરેશ પારેખ, પરસોત્તમ કમાણી, જયેશ વસા, કિરીટ જીવાણી, પ્રજ્ઞેશ પટેલ, ડી.વી. મહેતા, ડો. પારસ શાહ, શિવલાલ રામાણી, રાજા હિંદુજા,
ભાવેશ પટેલ, જયેશ લોટીયા, મિતેન મહેતા, હરેશ લાખાણી, દિનેશ અમૃતિયા, મિલન રાણપરા, નીલેશ ભાલાણી, શૈલેશ માઉ, ઘનશ્યામ મારડિયા, મનોજ ઉનડકટ, યોગીન છનીયારા, પરેશ દવે, તેજસ ભટ્ટી, કાળુ ફૂલવાળા,
જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામ પરસાણા, રાજભા ગોહિલ, મનસુખ મકવાણા, ડો. પંકજ રાઠોડ, કાશ્મીરાબેન નથવાણી, જ્યોતિબેન ટીલવા, ડો. હેલીબેન ત્રિવેદી, નીલુબેન મહેતા, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન
સેજપાલ, અર્ચનાબેન સોલંકી, છાયાબેન દવે, ડો. માલાબેન કુંડલીયા, ગીતાબેન હીરાણી, નમ્રતાબેન પંડ્યા, જસુમતીબેન વસાણી તેમજ સરગમ ક્લબની વિવિધ સમિતિઓના સભ્યો અને બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત
રહ્યા હતા.




