સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવના આયોજનને 10 વર્ષ પૂર્ણ થયા
આકર્ષક રજવાડી થીમ પર દુંદાળા દેવને બિરાજમાન કરવામાં આવ્યા
- Advertisement -
રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષે આ આયોજનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી ઉત્સવને વિશેષ ભવ્યતા આપવામાં
આવી છે. ગત વર્ષે રામ મંદિરની આકર્ષક થીમ બાદ આ વર્ષે ‘રજવાડી થીમ’ પર ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવતા દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે.
ગણપતિ મહોત્સવના પ્રથમ દિવસે સવારે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વાજતે-ગાજતે દુંદાળા દેવનું ભવ્ય આગમન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ દાદાની સ્થાપના વિધિ સંપન્ન
કરવામાં આવી હતી અને પૂજા-આરતી કરવામાં આવી હતી.
ડો. હિરબા મહેશભાઈ રાજપૂત અને દિયાબા મહેશભાઈ રાજપૂતના હસ્તે ગણપતિ દાદાની સ્થાપના વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશભાઈ રાજપૂત, કેતનભાઈ સાપરિયા, જતીનભાઈ માનસતા, વિપુલભાઈ ગોહેલ,
કુમારભાઇ ચૌહાણ, પ્રતિક વ્યાસ, શૈલષ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, અશોકભાઇ લુણાગરીયા, વિપુલભાઇ ઠક્કર, અશોકભાઈ સમાણી સહિતના ટ્રસ્ટના સભ્યો પૂજાવિધિમાં જોડાયા હતા.
- Advertisement -
સર્વેશ્વર ચોક કા રાજા તરીકે બિરાજમાન દુંદાળા દેવને પરંપરાગત રીતે ડોલરની ચલણી નોટનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, ગણપતિ મહોત્સવના પ્રથમ વર્ષથી શરૂ થયેલી ડોલરની ચલણી નોટનો
હાર પહેરાવવાની આ પરંપરા આજે પણ યથાવત્ રાખવામાં આવી છે.
રજવાડી થીમના આકર્ષક શણગાર સાથે બિરાજમાન થયેલા ગણપતિ દાદાના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવશે.




