રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત, ઈરાનના રાષ્ટ્રપતિ અને UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ નવી દિલ્હી પહોંચ્યા
ભારત-રશિયા વચ્ચે Su-57 ફાઈટર જેટ ડીલ શક્ય
- Advertisement -
આવતીકાલથી દિલ્હીમાં ૧૮મી બ્રિક્સ સમિટનો પ્રારંભથઈ રહ્યો છે જેના પગલે ઈરાનના રાષ્ટ્રપતિ અને UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી ડો. સુકાંત મજુમદારે એરપોર્ટ પર તેમનું સ્વાગત
કર્યું. આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચી ગયા છે. પુતિનનું પ્લેન રાત્રે લગભગ ૩ વાગ્યે નવી દિલ્હી પહોંચ્યું. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી કેવી સિંહે પ્રેસિડેન્ટ
પુતિનનું સ્વાગત કર્યું. રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનર પછી પુતિનનો કાફલો એરપોર્ટથી રવાના થયો. BRICS પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક થશે. જેમાં Su-57 ફાઇટર જેટ અને અપડેટેડ બ્રહ્મોસ
સહિત અનેક ડિફેન્સ ડીલ પર ચર્ચા થઈ શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે નવી દિલ્હી પહોંચશે. ૨૦૨૦માં થયેલી ગલવાન હિંસા પછી તેમની આ પ્રથમ ભારત યાત્રા છે. તેઓ PM મોદી સાથે દ્વિપક્ષીય
વાટાઘાટો પણ કરી શકે છે.




