સતત 21માં વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન
દાંડિયા રાસ, લોકડાયરો, દેશભક્તિના ગીતો અને સાધુ-સંતો દ્વારા ધર્મ પરિષદના કાર્યક્રમો યોજાશે
- Advertisement -
સાંજે 7-45 કલાકે મહાઆરતી તેમજ રાત્રે 9-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
‘ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો’ના નારા સાથે આજથી ગણપતિ મંગલ મહોત્સવનો દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટના
ભક્તિનગર સર્કલ ખાતે છેલ્લા ૨૧ વર્ષથી લાગલગાટ અને જાજરમાન આયોજન ધર્મરક્ષક પરિષદ એમ. કે. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રિન્સ ઓફ કૈલાસનું ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભકરવામાં આવી રહ્યો છે. આ
અંતર્ગત માહિતી આપતાં ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્વામી, એમ. કે. ટ્રસ્ટના રમેશ ગઢિયા, ભૌતિક આસોદરીયા, મિતેષ આટકોટીયા, રવિ આટકોટીયા, શહેર ભાજપ અગ્રણી અને ગણપતિ મહોત્સવના મીડિયા ઈન્ચાર્જ હરેશભાઈ
જોષી સહિતનાએ જણાવ્યું હતું કે ધર્મરક્ષક પરિષદ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે આજે સાંજે ૪-00 કલાકે સૌરાષ્ટ્રભરમાંથી સાધુસંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રોના આગેવાનો અને ધર્મપ્રેમી જનતાની ઉપસ્થિતિમાં અને
ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, બેન્ડવાજાની સૂરાવલિ તેમજ ગણપતિ બાપા મોરયાના નારા વચ્ચે ભક્તિ, શક્તિ, શ્રદ્ધાથી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવશે અને આ ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે ૭-૪૫ કલાકે
મહાઆરતી અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ ગણપતિ મહોત્સવમાં સાંજે ૭-૪૫ કલાકે મહાઆરતી અને ત્યારબાદ દેશભક્તિના તિરંગા વાતાવરણ વચ્ચે રાષ્ટ્રગાન કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દાંડિયારાસ, લોકડાયરો, દેશભક્તિના ગીતોમાં નામાંકિત
કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાશે. આજે રાત્રે જૂનાગઢ પંચદશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઈન્દ્રભારતીબાપુ, ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદગિરીબાપ, થનાપતિ બુદ્ધગીરીબાપુ, બાવકુપુરીબાપુ (મોટા આંકડીયા,
અમરેલી) સહિતના સાધુસંતો આ ગણપતિ મંગલ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રના સંતો એવા ઈન્દ્રભારતીબાપુ, મહેન્દ્રગિરી, પરમાત્માનંદ સરસ્વતીજી, બુદ્ધગીરીબાપુ, જયઅંબાનંદગિરી માતા, વિક્રમગીરીબાપુ,
ગણેશપુરીબાપુ, બાવકુપુરીબાપુ, મહારાજ, નરેન્દ્રબાપુ, રાજેશપુરીબાપુ, હસુગીરીબાપુ, ભૂપતગીરીબાપુ, ભરતગીરી, હરેશબાપુ, ધીરજપુરીબાપુ, અક્ષયપુરી, પરીક્ષિતપુરી, હર્ષદગીરી, બચુબાપા, શાસ્ત્રીબાપુ, બળવંતગીરી,
ત્યાગમનમોહનદાસજી વ્રજકુમાર મહારાજ, નિખિલેશ્વરાનંદજી મહારાજ, કેશરીબાઈજી, જયશ્રીદીદી, અપૂર્વમુનિ સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, રાધારમણ સ્વામી, દેવકૃષ્ણ સ્વામી, બ્રહ્મતીર્થ સ્વામી, વિવેકસાગર સ્વામી, ભક્તિપ્રસાદ
સ્વામી, અદ્ભુત સ્વામી, મહંત અશોકભાઈ, ભરતભાઈ પંડયા, પ્રતાપપુરીબાપુ, અનુપગીરીબાપુ, બીપીનભાઈ ભટ્ટ, દિનેશ અદા, પવનદાસ, ધર્મદાસ, રહ્યા હતા.
- Advertisement -
ધર્મવત્સલસ્વામી, ગોકર્ણદાસજી, ભગવાનદાસજી, નરસીદાસજી, રાઘવદાસજી, રામલખનદાસજી, રાઘવદાસજી, રાજેન્દ્રદાસજી, નિશ્વાસસ્વામી, અક્ષયકુમાર મહોદય, અભિષેકકુમાર મહોદય, વ્રજેશકુમાર મહોદય, પુરુષોત્તમ લાલજી મહારાજ, નરસીદાસ સહિતના સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ધર્મરક્ષક પરિષદના મીડિયા ઈન્ચાર્જ તરીકે હરેશભાઈ જોશી, સહઈન્ચાર્જ તરીકે ઉદય જોશી અને હિતેશ જોશી સંભાળી રહ્યા છે તેમજ એમ. કે.
ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સમિતિના કાર્યકર્તાઓ તેમજ ગૌતમ ગોસ્વામી અને રમેશ ગઢીયાએ શહેરીજનોને દરરોજ ગણપતિ મહોત્સવની મહાઆરતી, દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ તકે
મીડિયા ઈન્ચાર્જ હરેશભાઈ જોશી, નીરવભાઈ ચૌહાણ, કેતનભાઈ મેર, વિવેકભાઈ પરસાણા, જેનિસ ભારતી ગોસ્વામી, ઉદય જોશી, ક્રિશભાઈ ચૌહાણ, વિરલભાઈ ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




