આજે સાંજે ઇન્દ્રભારતી બાપુના હસ્તે મહાઆરતી
૨૫ સપ્ટેમ્બર સુધી ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે
- Advertisement -
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા જે.કે. ચોક ખાતે શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનો આજે ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. જે.કે. ચોક કા મહારાજા તરીકે બિરાજમાન થનારા ગણપતિ દાદાની
સ્થાપના વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે સંપન્ન કરવામાં આવી હતી. ગણપતિ દાદાની સ્થાપના વિધિમાં કુલદીપસિંહ જાડેજા અને બલરાજસિંહ રાણા યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દાદાની સ્થાપના બાદ
સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આજે સાંજે ઇન્દ્રભારતી બાપુના હસ્તે દાદાની મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને આરતીનો લાભ લેશે.
ગણેશ મહોત્સવ દરમિયાન શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોની શરૂઆત ૧૪ સપ્ટેમ્બરે આજે સત્યનારાયણદેવની કથાથી થશે. ત્યારબાદ ૧૭
સપ્ટેમ્બરે મહા રક્તદાન કેમ્પ યોજાશે. ૧૯ સપ્ટેમ્બરના રોજ કાઠિયાવાડી રંગતનો કાર્યક્રમ, ૨૦ સપ્ટેમ્બરે સ્વર તરંગ ગ્રુપ દ્વારા કરાઓકે નાઇટ, જ્યારે ૨૧ સપ્ટેમ્બરે શ્રી નાથજી બાવાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૨ સપ્ટેમ્બરે ડાન્સ કોમ્પિટિશન અને પાણીપુરી સ્પર્ધા યોજાશે. તેમજ ૨૩ સપ્ટેમ્બરે માત્ર બહેનો માટે ડાંડીયા રાસ યોજાશે. ત્યારબાદ ૨૪ સપ્ટેમ્બરે રાત્રે ૧૦:૩૦ કલાકે લકી ડ્રો યોજાશે. ગણેશ મહોત્સવનું સમાપન ૨૫
સપ્ટેમ્બરના રોજ ગણપતિ દાદાના વિસર્જન સાથે કરવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો
૧૪/૦૯/૨૦૨૬, સોમવાર : સત્યનારાયણદેવ કથા
૧૭/૦૯/૨૦૨૬, ગુરૂવાર : મહા રકતદાન કેમ્પ
૧૯/૦૯/૨૦૨૬, શનીવાર : કાઠિયાવાડી રંગત
૨૦/૦૯/૨૦૨૬, રવિવાર : કરાઓકે નાઇટ – સ્વર તરંગ ગ્રુપ
૨૧/૦૯/૨૦૨૬, સોમવાર : શ્રીનાથજી બાવાની ઝાંખી
રર/૦૯/૨૦૨૬, મંગળવાર : ડાન્સ કોમ્પીટીશન – પાણીપુરી ર્સ્પધા
૨૩/૦૯/૨૦૨૬, બુધવાર : ડાંડીયા રાસ (ફકત બહેનો માટે)
ર૪/૦૯/૨૦૨૬, ગુરૂવાર : લકિક ડ્રો સમય ૧૦:૩૦ કલાકે
૨૫/૦૯/૨૦૨૬, શુક્રવાર : વિર્સજન




