By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    50 minutes ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 hour ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    29 minutes ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    1 hour ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor
Last updated: 2026/09/09 at 3:04 PM
Khaskhabar Editor 11 minutes ago
Share
4 Min Read
SHARE

માર્ગ અકસ્માતો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને અટકાવવા ગુજરાત પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ

રોંગ સાઈડ-ઓવર સ્પીડિંગ કરનારા 74 હજાર વાહનચાલક દંડાયા, 5.33 કરોડ વસૂલાયા

- Advertisement -

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી હવે નંબર પ્લેટ વગરના, અયોગ્ય અથવા ચેડાં કરેલી નંબર પ્લેટવાળા વાહનો સામે પણ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી
ચાલનારી આ ડ્રાઇવ દરમિયાન આવા વાહનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને અટકાવવા ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી
વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી છે. ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે કરાયેલી કાર્યવાહીમાં કુલ 74,242 કેસ નોંધાયા છે અને વાહનચાલકો પાસેથી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો
છે. બીજી તરફ હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ 36 હજારથી વધુ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે. હવે નંબર પ્લેટ વગરના વાહનો સામે 14 ઓક્ટોબર સુધી ડ્રાઇવ ચાલશે. ઓગસ્ટથી
31 ઓગસ્ટ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 36,159 કેસ નોંધાયા અને કુલ રૂ.3,64,52,000નો દંડ વસૂલાયો હતો.

રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે સામેથી આવતા વાહનો સાથે ગંભીર અકસ્માતો થવાની શક્યતા રહેતી હોવાથી પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન ઓવર
સ્પીડિંગના 38,083 કેસ નોંધાયા હતા. આ કેસોમાં કુલ રૂ.1,69,26,900નો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ માત્ર ઓગસ્ટ મહિનામાં બંને પ્રકારના ગંભીર ટ્રાફિક નિયમભંગના 74,242 કેસ નોંધાઈ કુલ રૂ.5,33,78,900નો દંડ
વસૂલાયો છે. હાઇવે અને મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરવાથી ટ્રાફિક અવરોધ ઉપરાંત અકસ્માતનું જોખમ વધે છે. આથી ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઇવે
પર 10,408 કેસ, જ્યારે સ્ટેટ હાઇવે અને અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા છે. ટ્રાફિકમાં અડચણ ઊભી કરતા વાહનો સામે 5,078 કેસ કરવામાં આવ્યા છે અને 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરાઈ છે. ટ્રાફિક નિયમોનું
પાલન માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે કરવું જરૂરી છે. ગુજરાત પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી વધુ કડક
બનાવવામાં આવે તેવી શક્યતા છે.

પ્લેટને વાળી દીધી તો પણ કાર્યવાહી થશે
પોલીસના જણાવ્યા મુજબ કેટલાક વાહનચાલકો નંબર પ્લેટ વગર વાહન ચલાવે છે અથવા નંબર પ્લેટને વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણનો ઉપયોગ કરવો તથા નંબર પ્લેટમાં અન્ય પ્રકારના ચેડાં કરતા હોવાની બાબતો
સામે આવી છે. વાહનની સચોટ ઓળખ ગુનાખોરી નિયંત્રણ, વાહનચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ હોવાથી આ પ્રકારના નિયમભંગને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. નંબર પ્લેટ અંગેની
ડ્રાઇવનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો નથી. પોલીસના જણાવ્યા મુજબ માન્ય અને સ્પષ્ટ નંબર પ્લેટથી વાહનની ઓળખ વધુ સુદૃઢ બનશે, ચોરી થયેલા વાહનો શોધવામાં મદદ મળશે અને ગુનાહિત
પ્રવૃત્તિઓમાં વાહનોના સંભવિત દુરુપયોગને રોકી શકાશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરી છે કે પોતાના વાહનમાં RTOના નિયમો મુજબની માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબર પ્લેટ લગાવેલી છે કે
નહીં તેની તાત્કાલિક ખાતરી કરે અને નંબર પ્લેટ સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરે. વાહનચાલકોએ નિયત સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું, પોતાની લેનમાં જ રહેવું, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું તેમજ નેશનલ-સ્ટેટ હાઇવે
અને મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરવી તેવી અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
Next Article કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?