વેપારીઓની થોડા પૈસાની લાલચમાં શ્રધ્ધાળુઓની આસ્થાને ઠેસ !
ફરાળી પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ, કુલ 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
- Advertisement -
રાજકોટમાં 45 પેઢી-રેસ્ટોરન્ટનું ચેકિંગ, 5 એકમને નોટિસ, રૂ.12 હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, ફરાળી પેટીસ-લોટના 11 નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તથા અન્ય ફરાળી ખાદ્યચીજોના વેચાણ કરતા એકમોમાં વિશેષ સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરાળી વાનગીઓમાં નિયમ મુજબ સ્ટાર્ચ, ફરાળી
લોટ અને અન્ય યોગ્ય રો-મટિરિયલનો જ ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન કુલ 45 પેઢી-રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે 206 કિલો અખાદ્ય-વાસી
જથ્થાનો નાશ કરાયો હતો. ઉપરાંત 5 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કુલ રૂ.12,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. FSS Act હેઠળ ફરાળી પેટીસ અને ફરાળી લોટના કુલ 11 નમૂના
પણ લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની સૌથી મહત્વની કાર્યવાહી જય સીયારામ ફરસાણ, ઓમનગર, 40 ફૂટ રોડ ખાતે થઈ હતી. તપાસમાં ફરાળી પેટીસ બનાવવામાં મકાઈનો લોટ વપરાતો હોવાનું સામે આવતા 80 કિલો મકાઈના લોટથી બનાવેલી
ફરાળી પેટીસ તથા ફરાળી તરીકે ઉપયોગમાં લેવાતા 15 કિલો મકાઈના લોટ સહિત કુલ 95 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. પેઢીને હાઇજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ અંગે નોટિસ આપી રૂ.3,000નો ચાર્જ
વસૂલાયો હતો.
- Advertisement -
આ ઉપરાંત જલારામ ફરસાણ, ખોડિયારપરા ખાતે મકાઈના લોટથી બનાવેલી 19 કિલો પેટીસ તથા 65 કિલો મકાઈના લોટનો નાશ કરી કુલ 84 કિલો જથ્થો દૂર કરવામાં આવ્યો હતો. પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપી
રૂ.2,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. અહીંથી ફરાળી ચેવડાનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.
અન્ય કાર્યવાહી દરમિયાન GJ-3 ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝમાંથી 18 કિલો વાસી સબ્જી, નૂડલ્સ, ચીઝ અને પનીરનો નાશ કરી રૂ.5,000નો ચાર્જ વસૂલાયો હતો. જ્યારે સબરસ રેસ્ટોરન્ટમાંથી 9 કિલો એક્સપાયરી ડેટ વીતેલી
ખાદ્યચીજનો નાશ કરાયો હતો. શ્રીજી રેસ્ટોરન્ટ અને બજરંગ વડાપાઉને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ, સિદ્ધિ વડાપાઉં એન્ડ સમોસા, જય સીયારામ ફરસાણ, જય જલારામ ફરસાણ, જલિયાણ ફરસાણ, જય રામાપીર પેટીસ અને ધારેશ્વર ફરસાણમાંથી ફરાળી પેટીસ, રાજગરા, સાબુદાણા,
સાંબાનો લોટ અને શિંગોડાના ફરાળી લોટ સહિતના કુલ 11 નમૂના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા ફરાળી ખાદ્યચીજોમાં ભેળસેળ કે અયોગ્ય રો-મટિરિયલનો ઉપયોગ ન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી. મોટા મવા, માધાપર ચોકડી, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ,
ગોંડલ રોડ, વેસ્ટ ગેટ, ભક્તિનગર સર્કલ, ગાયત્રીનગર અને સહકાર રોડ સહિતના વિસ્તારોમાં ફરસાણની દુકાનો, ડેરી ફાર્મ, રેસ્ટોરન્ટ, પ્રોવિઝન સ્ટોર અને ફાસ્ટફૂડ એકમોની તપાસ હાથ ધરાઈ હતી.




