પડિકલની સેન્ચુરી, માનવ સુથારે મેચમાં 10 વિકેટ લીધી
ભારતે ૬૦૦મી ટેસ્ટ જીતી લીધી છે. ટીમે શ્રીલંકાને ૧૬૫ રનથી હરાવ્યું. ગોલ ટેસ્ટમાં શ્રીલંકાની બીજી ઇનિંગ્સ ૨૦૬ રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ૩૭૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી.
ભારતના માનવ સુથારે એક જ ઓવરમાં ૩ વિકેટ ઝડપી લીધી. તેણે કુલ ૬ બેટર્સને આઉટ કર્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં સુથારે ૪ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને ૨ વિકેટ મળી, જ્યારે રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં ૪૬૨ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ૨૮૪ રન પર ઓલઆઉટ થયું, જેથી ભારતને ૧૭૮ રનની લીડ મળી. બીજી ઇનિંગ્સમાં ભારતે ૧૯૩ રન બનાવ્યા અને શ્રીલંકા સામે ૩૭૨ રનનો ટાર્ગેટ રાખ્યો.
માનવ સુથારે શ્રીલંકાની બીજી ઇનિંગ્સની ૭૫મી ઓવરમાં ૩ વિકેટ લઈને મેચનો વળાંક ભારતની તરફેણમાં કરી દીધો. તેણે પહેલા સોનલ દિનૂષાને ૮૪ રન પર આઉટ કર્યો. ત્યારબાદ માનવે પ્રભાત જયસૂર્યાને પ્રથમ બોલ પર જ બોલ્ડ કર્યો અને આગલા બોલ પર લાહિરુ કુમારાને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવ્યો. ટેસ્ટમાં માનવનો આ સતત બીજી મેચમાં બીજો ૫ વિકેટ હોલ છે. શ્રીલંકા સામે ટેસ્ટના છેલ્લા દિવસે યશસ્વી જયસ્વાલ અને નિરોશન ડિકવેલા વચ્ચે ફની વાતચીત જોવા મળી. સ્ક્વેર લેગ પર ઊભેલા યશસ્વીએ ડિકવેલાને કહ્યું કે એક છગ્ગો માર, હું તને IPLમાં લઈ જઈશ. ડિકવેલાએ જવાબ આપ્યો, કોઈ જરૂર નથી. પહેલા મને IPLમાં લઈ જા, પછી મારીશ. યશસ્વીએ કહ્યું, અમે લઈ જઈશું, ૧૦૦%. એક છગ્ગો માર.
ફની મોમેન્ટ એ રહી કે આ જ ઓવરમાં ડિકવેલાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને વિકેટકીપરને કેચ આપીને આઉટ થયો. ભારતને જીત માટે ૪ વિકેટ જોઈએ છે, જ્યારે શ્રીલંકાને ૧૯૭ રનની જરૂર છે.
શ્રીલંકાએ પાંચમા દિવસની પ્રથમ ૯૦ મિનિટ સુધી સંઘર્ષ કર્યો, પરંતુ ધનંજય ડી સિલ્વા અને નિરોશન ડિકવેલાની વિકેટ બાદ ભારત જીતની નજીક પહોંચી ગયું છે. ધનંજય અને સોનલ દિનૂષાએ પાંચમી વિકેટ માટે ૨૦૨ બોલમાં ૯૫ રનની ભાગીદારી કરી. જાડેજાએ ધનંજયને આઉટ કર્યો, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડિકવેલાને પેવેલિયન ભેગો કર્યો. દિનૂષા ૬૪ રન પર અણનમ છે. ભારત હવે શ્રીલંકાની છેલ્લી ૪ વિકેટ ઝડપથી લઈને મેચ અને સિરીઝમાં ૧-0ની લીડ મેળવવા ઇચ્છશે.




