17 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક દંત ચેકઅપ કેમ્પનું આયોજન
પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી
- Advertisement -
રાજકોટ શહેરમાં દંત આરોગ્ય ક્ષેત્રે નવી પહેલરૂપે શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન રવિવારના રોજ ઉત્સાહભેર સંપન્ન થયું હતું. ઉદ્ઘાટન પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, સામાજિક અને રાજકીય આગેવાનો,
તબીબી ક્ષેત્રના અગ્રણી તબીબો, સમાજના શ્રેષ્ઠીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના પૂર્વ નાયબ મેયર માવજીભાઈ ડોડીયા ખાસ ઉપસ્થિત
રહ્યા હતા અને શ્રીજી ડેન્ટલ ક્લિનિકના પ્રારંભ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના સહિત ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રીજી ડેન્ટલ ક્લિનિકના ડૉ.
ખુશાલી દવે (BDS, દંત ચિકિત્સક) દ્વારા જણાવાયું હતું કે ક્લિનિકનો મુખ્ય હેતુ દર્દીઓને ગુણવત્તાયુક્ત દંત સારવાર, યોગ્ય માર્ગદર્શન અને દાંત તથા મોઢાના સ્વાસ્થ્ય અંગે જરૂરી જાગૃતિ પૂરી પાડવાનો છે. દાંતની સામાન્ય
સમસ્યાઓને સમયસર ઓળખી તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો ભવિષ્યમાં થતી ગંભીર તકલીફોથી બચી શકાય છે.
ક્લિનિકના ઉદ્ઘાટનની ખુશીમાં 17 ઓગસ્ટ 2026થી 10 સપ્ટેમ્બર 2026 સુધી ખાસ નિઃશુલ્ક દંત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન દર્દીઓની દાંતની તપાસ નિઃશુલ્ક કરવામાં આવશે. તબીબી
જરૂરિયાત મુજબ જે દર્દીઓને એક્સ-રે કરાવવાની જરૂરિયાત જણાશે, તેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં દાંત અને મોઢાના
સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો છે. ઘણી વખત દાંતમાં થતી નાની પીડા, સડો, પેઢાંમાંથી લોહી આવવું કે અન્ય સમસ્યાઓને લોકો શરૂઆતમાં અવગણતા હોય છે. પરંતુ સમયસર તપાસ અને સારવાર ન થાય તો આ
સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી નિયમિત દંત તપાસ કરાવવી અને નિષ્ણાત તબીબની સલાહ લેવી જરૂરી છે.
શ્રીજી ડેન્ટલ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ ડૉ. ખુશાલી દવે દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, તબીબો, સામાજિક-રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોનો હૃદયપૂર્વક આભાર
વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્લિનિક દ્વારા આગામી સમયમાં પણ દંત આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી શક્ય તેટલી સેવાઓ પહોંચાડવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાનો
સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખિજરાવાડા, 50 ફૂટ મેઇન રોડ, બાલાજી હોલની સામેનો રોડ, રાજ કોર્પોરેટ હાઉસની સામે, વિશ્વનગર ખાતે શ્રીજી ડેન્ટલ ક્લિનિક આવેલી છે. વધુ માહિતી માટે ડૉ. ખુશાલી દવે – BDS, દંત
ચિકિત્સકના મોબાઇલ નંબર 8758985868 પર સંપર્ક કરવો.




