By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    24 minutes ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    30 minutes ago
    ભારત, બ્રાઝિલ સહિતના અનેક દેશમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે!
    34 minutes ago
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    23 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ
રાજકોટ

રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/08/18 at 12:54 PM
Khaskhabar Editor 1 hour ago
Share
5 Min Read
SHARE

કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાં માટે રાજકોટ પોલીસ કમિશનરનું 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર કુલ 60 દિવસ માટે જાહેરનામું

નંબર પ્લેટમાં ઘસારાને કારણે અસ્પષ્ટ કે કાદવ-કીચડથી ખરડાયેલી અથવા અક્ષર, રંગ કે બનાવટમાં ફેરફાર કરાયો હોય તેવા વાહનોને પણ ઈંધણ નહીં મળે

- Advertisement -

ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ

ઈ-ચલણથી બચવાની સાથે ગંભીર પ્રકારના ગુના આચરવા માટે પણ વાહન ચાલકો નંબર પ્લેટ જાણીજોઈને કાઢી નાખે છે, વાળી દે છે, ઢાંકી દે છે અથવા તેમાં છેડછાડ કરે છે

ખાસ ખબર ન્યૂઝ | રાજકોટ

- Advertisement -

રાજ્યમાં પ્રથમ વાર ગુનાખોરી પર અંકુશ લાવવા માટે રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેર સુરક્ષા, ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. 17/08/2026ના થી તા.16/10/2026ના સુધી (કુલ 60 દિવસ) માટે અમલમાં રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરેટના વિસ્તારમાં આવતા તમામ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અને સીએનજી સ્ટેશનો પર હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) અથવા કાયદેસરની સ્પષ્ટ દેખાતી નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે, સંખ્યાબંધ વાહન માલિકો અને ચાલકો પોતાના વાહનોની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ જાણીજોઈને કાઢી નાખે છે, વાળી દે છે, ઢાંકી દે છે અથવા તેમાં છેડછાડ કરે છે. આવું કરવા પાછળનો મુખ્ય હેતુ સીસીટીવી આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમથી બચવાનો છે. નંબર પ્લેટ વગરના આવા વાહનોના કારણે ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અને બેફામ ડ્રાઇવિંગને પ્રોત્સાહન મળે છે. વધુમાં, ઓળખ વગરના આ વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા વાહનોનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતો, ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં થવાની સંભાવના રહે છે. નંબર પ્લેટ ન હોવાને કારણે ગુનેગારોને શોધી કાઢવામાં કાયદો અમલીકરણ એજન્સીઓને ભારે મુશ્કેલી પડે છે.

ગેરવર્તન કરનારા ચાલકો અને નિયમનો ભંગ કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી
જ્યારે નંબર પ્લેટ ન હોવાના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓ ઈંધણ આપવાનો ઈનકાર કરે, ત્યારે જો કોઈ વાહન ચાલક રકઝક કરે, ધાકધમકી આપે, બળનો ઉપયોગ કરે કે અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે તો પંપ સંચાલકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા ત્વરિત મદદ માટે 112 (112) નંબર ડાયલ કરવાનો રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કે અવજ્ઞા કરનાર વાહન માલિક, વાહન ચાલક કે પેટ્રોલ પંપના માલિક/સંચાલક/કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.

“નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં” માહિતી બોર્ડ પ્રદર્શિત કરવા આદેશ
તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના માલિકો અને મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાના પ્રવેશદ્વાર અને ડિસ્પેન્સિંગ યુનિટની નજીક ઓછામાં ઓછા 4 ડ્ઢ 3 ફૂટના મોટા બોર્ડ પર ગુજરાતી અને હિન્દી/અંગ્રેજી ભાષામાં “પોલીસ કમિશનર” રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં” લખાણ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાનું રહેશે.

પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ તેમજ ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે
શહેરની હદમાં કાર્યરત કોઈ પણ પેટ્રોલ પંપ કે સીએનજી સ્ટેશન દ્વારા દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર-વ્હીલર વાહનોને ત્યાં સુધી પેટ્રોલ, ડીઝલ કે સીએનજી પૂરું પાડવામાં નહીં આવે, જ્યાં સુધી વાહનની આગળ અને પાછળ બંને બાજુએ કાયદેસરની પ્લેટ લગાવેલી ન હોય તેવા કિસ્સામાં. તેમજ જે વાહનોની નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી કે ઘસારાને કારણે અસ્પષ્ટ હોય તેના પર પણ આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત કાદવ-કીચડથી ખરડાયેલી પ્લેટ અથવા જેમાં અક્ષર, રંગ કે બનાવટમાં ફેરફાર કરાયો હોય તેવા વાહનોને પણ ઈંધણ નહીં મળે. આ નિયમમાં ખાસ અસ્થાયી (ટેમ્પરરી) રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ 2023ની જોગવાઈ મુજબ તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના સંચાલકોએ સીસીટીવી પ્રણાલી સંપૂર્ણપણે કાર્યરત રાખવી પડશે. પંપના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર તમામ વાહનોની આગળ-પાછળની નંબર પ્લેટ તેમજ ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસીટીવી ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાના રહેશે અને પોલીસ દ્વારા માંગણી કર્યેથી તાત્કાલિક પૂરા પાડવાના રહેશે.

You Might Also Like

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
Next Article ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
ભારત, બ્રાઝિલ સહિતના અનેક દેશમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે!
33000 અંત્યોદય કાર્ડ રદ : 7 લાખથી વધુ પરિવાર લાચાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMEરાજકોટ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?