By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    47 minutes ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    41 minutes ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    53 minutes ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    58 minutes ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    1 hour ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શૂન્યનો સ્વીકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શૂન્યનો સ્વીકાર
Author

શૂન્યનો સ્વીકાર

Khaskhabar Editor
Last updated: 2026/08/08 at 2:53 PM
Khaskhabar Editor 1 hour ago
Share
6 Min Read
SHARE

પરેશ રાજગોર

પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે આખું પુસ્તક

- Advertisement -

અમદાવાદ મુકામે પહેલી ઓગસ્ટે શૂન્યનો સ્વીકાર – સંજય ચમારની આત્મકથા’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. આમ તો પુસ્તકોને લગતા કાર્યક્રમોમાં ભાગ્ય જ લોકો ભેગા થતા હોય છે. પણ આ પુસ્તકના વિમોચનમાં
વિશાળ જનમેદની એકઠી થઈ એ બાબત જ સૂચવે છે કે પુસ્તક અને જેના વિશે લખાયું છે એ વ્યક્તિનું જીવન કેટલું રસપ્રદ હશે. પુસ્તકના વિમોચનમાં પુસ્તકના લેખક વિનોદ ‘જટાયું’, સંજયભાઈ ચમાર પોતે ઉપરાંત કવિ
માધવ રામાનુજ, ડો મોહન પરમાર જેવા મહાનુભાવો પણ હાજર હતા. પુસ્તકની પ્રસ્તાવના ડોક્ટર મોહન પરમારે જ લખી છે. પુસ્તક વિશે વાત કરીયે તો લેખક વિનોદભાઈ ‘જટાયું. એ લેખનમાં અનોખો પ્રયોગ કર્યો છે.
પુસ્તકની જીવનકથા આત્મકથા સ્વરૂપે લખી છે. આમ આખું પુસ્તક પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે. જાણે સંજયભાઈ પોતે બોલતા હોય એવો વાચકને અનુભવ થાય છે. આમ લેખકે આખી કથા લખવામાં સંજયભાઈમાં કાયા
પ્રવેશ કર્યો છે. સંજયભાઈનો જન્મ ધનપરા ગામે ૧૯૪૧માં થયો. એમની અટક પરથી જ ખ્યાલ આવી જાય કે ચમાર પરિવારમાં જન્મ અને એ પણ આઝાદી પહેલાનો સમય, અસહ્ય ગરીબાઈ, ૧૦૦ ટકા નિરક્ષરતા. રહેણાંક
વિસ્તારમાં અકલ્પનિય ગંદકી, કોઈ પણ કારણ વગરની અન્ય સમાજો તરફથી થતી સતત નફરતની ભાવના, ત્યારે તેમણે જાતિવાદને કારણે કેટલું વેઠવું પડયું હશે. પરંતુ આવી સ્થિતિમાં ડગ્યા વિના પોતાના લક્ષ્યમાં મંડયા
રહ્યા. એસ.એસ.સી.ની પરીક્ષામાં સમગ્ર પ્રાંતિજ કેન્દ્રમાં પ્રથમ આવ્યા. કદાજ આજ એમના જીવનનો પ્રથમ ટર્નિંગ પોઇંટ બની રહ્યો. તેમના દાદા લાલજીભાઈ પણ ચામડાંનો ધંધો કરતાં. અભ્યાસ સાથેસાથે સંજયભાઈએ પણ આ
ચામડાં ઉતાર્યા પછી રોહિતવાસમાં વધેલા હાડપિંજરના નીકાલ માટે કામગીરી કરી એનો ઉલ્લેખ પુસ્તકમાં છે. દસમા પછી અભ્યાસ ચાલું રાખી આર્થીક સંકડામણને પહોંચી વળવા અન્ય વિધ્યાર્થીઓને ટ્યુસન કરાવતાં. આ જ
સમયમાં એમના જીવનનું અને પુસ્તકનું સૌથી મહત્વનું અને રસપ્રદ પ્રકરણ લખાયું છે. તેમના પત્ની પ્રેમિલાબેન સાથેની મુલાકત. સંજયભાઈ તેમને ટ્યુશન કરાવતા.
પ્રેમિલાબહેન જૈન-વૈષ્ણવ પરીવારમાંથી આવતાં. ત્યારે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. સંજયભાઈ જાણતા હતા કે આ સંબંધને લગ્નમાં ફેરવવો લગભગ અશક્ય હતો. તેમણે પરિસ્થિતિને સમજીને સ્થિર રહ્યાં, પરંતુ તેમના પત્નીએ
ત્યારે હીંમત બતાવી. તેમણે પહેલ કરી. ભાગીને લગ્ન કર્યા. આ સમયમાં તેઓને પ્રેમિલાબહેનના કેટલાક સગાસંબધીઓની પણ મદદ મળી. લગ્ન બાદ પણ જીવન સંઘર્ષમય જ રહ્યું. તેમના પત્ની પણ આ રથના પૈડાને આગળ
ચલાવવા અને ઘરમાં આર્થીક ટેકા માટે નોકરીમાં જોડાયા. જીવનમાં અનેક સંઘર્ષો છતાં સંજયભાઈ અડગ રહ્યા અને પોતાનો અભ્યાસ ન છોડ્યો. પોતાની એંજીંનીયરીંગની ડિગ્રી ચારને બદલે સાત વર્ષે પૂરી કરી. પહેલા ટેલીફોન
ખાતામાં ક્લર્કની નોકરીથી શરૂઆત કરી. ૧૯૬૯માં ટેલિફોન ખાતામાં E.S.P (એન્જિનિયરિંગ સુપરવાઇઝર ઑફ ફોન્સ)ની નોકરીથી શરૂઆત કર્યા પછી ઉ.ઊ. (ડિવિઝિનલ એન્જિનિયર) તરીકે નિવૃત્ત થયા. ત્યાં સુધીની
જીવનયાત્રા અનેક સંકટોથી ભરેલી હતી, છતાં સંજયભાઈ અડગ બનીને જીવ્યા. આખા જીવન દરમિયાન તેઓ પોતાની સ્થિતિનો સ્વીકાર કરીને જીવ્યા તેથી તેમના પુસ્તકનું નામ પણ શૂન્યનો સ્વીકાર રાખ્યું છે. પુસ્તકમાં તેમને
સવર્ણ કહેવાતા મિત્રો તરફથી સમયદર સમય મળેલી મદદનો સ્વીકાર કરી આભાર માન્યો છે. પણ તેમને તેમની જાતીને કારણે થયેલા અન્યાયો કે અન્ય તકલીફોને વર્ણવવાનું ટાળ્યું છે. તેનો ઉલ્લેખ વિનોદભાઈ પોતાની
પ્રસ્તાવનામાં પણ કરતાં જણાવે છે. ‘આ પુસ્તકમાં જેટલું સાચું છે એ બધું નથી કહેવાયું. પણ એટલી ખાતરી આપું છું કે જેટલું કહેવાયું છે તેટલું બધું સાચું છે. અને જે સાચું હોવા છતાં નથી કહેવાયું એ બે કારણોસર ઇરાદાપૂર્વક
નથી કહેવાયું.’ સંજયભાઈ શૂન્યમાંથી પ્રગતિ કરીને પૂર્ણ થયા છે. સર્વે સમાજના જીવનમાં પડતી આપદાઓ સંજયભાઈએ પણ વેઠી છે. એમ કહો કે કાળના પ્રવાહમાં અનુસ્યૂત વ્યથા-વેદનાને એમણે ઝીલી છે. એમણે જીવનમાં
વેઠેલી હાડમારી સામે કરેલો સંઘર્ષ એમને શૂન્યમાંથી પૂર્ણ તરફ લઈ જવાનો સંકેત કરે છે. તેમ છતાં તેમણે પોતાની અટક ‘ચમાર’ છોડી નથી. લેખક વિનોદભાઈ પોતે અસ્પૃશ્યતા નિવારણની કામગીરીમાં જોડાયેલા છે. તેમની
આ અંગે કાર્ય કરતી સંસ્થાનું નામ ‘અરુમ’ છે. વિનોદભાઈ પોતે અનુસુચીત જાતિમાંથી આવતા હોવા છતાં તેમના જાતિવાદ ઘટાડવાના કાર્યો કાબીલેદાદ છે.

સંજયભાઈએ શૂન્યની શરૂઆત કરી અત્યારે શિખર સર કર્યા છે. એમનો સમગ્ર પરિવાર પોતાની ક્ષમતાઓથી એ સ્તરે પહોંચ્યો છે, જ્યાં પહોંચવાનું કોઈનું પણ સપનું હોય. તેમના પુત્ર હિતેશ મકવાણા થોડો સમય પહેલા જ
સર્વેયર જનરલ ઓફ ઇંડિયાના (IAS) પદ પરથી રીટાયર્ડ થયા છે. તેઓ પોતે પોતાના પિતાની સંઘર્ષકથાના સાક્ષી છે. તેઓ પોતે પણ આ વિમોચન કાર્યક્રમમાં હાજર હતા અને કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં ગળગળા થઈ
ગયા હતા. તેમના શબ્દો સાંભળી શ્રોતાજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પુસ્તકને અંતે ‘સમાજને સંદેશ નામના પ્રકરણમાં સંજયભાઈ જાતિઓ વચ્ચેના અળગાવને દૂર કરવા કેટલીક સલાહો પણ આપે છે.

પોતાના જ સમાજના બધા વ્યક્તિઓ હાજર હોવા છતાં – જાહેરમંચ પરથી સ્વીકારે છે કે અત્યારે ક્રિમિલેયરમાં આવતા લોકોએ અને બાકીના લોકોએ વધુમાં વધુ હવે પછીની આગમી બે પેઢીઓમાં અનામત છોડવી જ રહી. આનો
સ્વીકાર તેમણે પુસ્તકમાં પણ કર્યો છે. અત્યારે અનામત નાબુદીની માગણીએ દેશમાં ફરી જોર પકડયું છે. ત્યારે આ અનામત કેમ જરૂરી છે એને સમજવા માટે પણ અનામત વિરોધીઓએ આ સંજયભાઈની જીવનકથા શૂન્યનો
સ્વીકાર વાચવી રહી. એનાથી વિપરીત જેઓ ૮૦ વર્ષથી અનામતનો લાભ લઈ બધી રીતે સક્ષમ બની ગયા પછી પણ અનામતની માગણી અનંત સમય સુધી કરી રહ્યા છે, તેમણે પણ છે. એક ચોક્ક્સ સમય પછી અનામત
નાબુદી કેમ જરૂરી છે 2 એને સમજવા પણ આ પુસ્તક વાચવું રહ્યું.

- Advertisement -

સંજયભાઈએ પોતાની પત્નીની સ્મૃતિમાં ‘પ્રેમિલા વ્હાલીમા ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું છે જે અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતું રહે છે. આ ટ્રસ્ટ મારફતે જ આ ની પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પુસ્તક વિશે ખૂબ જ ટૂંકમાં
માહિતી આપી છે. પણ ૨૪ પ્રકરણમાં લખાયેલી ૧૯૨ પાનાની સત્ય જીવનકથા કોઈ રોમાંચક કલ્પના કથાથી જરા પણ ઓછી નથી. દરેક વાચકે અચૂક વાચવી રહી.

You Might Also Like

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

હરિત કે કેમિકલ ક્રાંતિ ?

आखेटस्य कथा रम्या

વૃક્ષો નહિ નિંદામણ વાવો !

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરિત કે કેમિકલ ક્રાંતિ ?
Next Article બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

હરિત કે કેમિકલ ક્રાંતિ ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

आखेटस्य कथा रम्या

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?